________________
૧૨૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[ પા. ૧ સૂ. ૫૦
સમાધિપ્રજ્ઞાના લાભથી યોગીને એ પ્રજ્ઞાથી નવો નવો સંસ્કાર ઉત્પન્ન થાય છે
तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी ।।५०॥
એનાથી (સમાધિ પ્રજ્ઞાથી) ઉત્પન્ન થયેલો સંસ્કાર, બીજા સંસ્કારોનો પ્રતિબંધ (નિરોધ) કરે છે. ૫૦
માણ समाधिप्रज्ञाप्रभवः संस्कारो व्युत्थानसंस्काराशयं बाधते । व्युत्थानसंस्काराभिभवात्तत्प्रभवाः प्रत्यया न भवन्ति । प्रत्ययनिरोधे समाधिरुपतिष्ठते । ततः समाधिजा प्रज्ञा, ततः प्रज्ञाकृताः संस्कारा इति नवो नवः संस्काराशयो जायते । ततश्च प्रज्ञा ततश्च संस्कारा इति । कथमसौ संस्काराशयश्चित्तं साधिकारं न करिष्यतीति । न ते प्रज्ञाकताः संस्काराः क्लेशक्षयहेतुत्वाच्चित्तमधिकारविशिष्टं कुर्वन्ति । चित्तं हि ते स्वकार्यादवसादयन्ति । ख्यातिपर्यवसानं हि चित्तचेष्टितमिति ॥५०॥
સમાધિપ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર વ્યુત્થાનના સંસ્કારોના આશયનો નાશ કરે છે. વ્યુત્થાન સંસ્કારો દબાઈ જવાથી એમનાથી પ્રગટ થતા પ્રત્યયો (વિચારો) નષ્ટ થાય છે. પ્રત્યય નિરોધ થતાં (નિર્વિચાર દશા થતાં) સમાધિ થાય છે. એનાથી સમાધિથી ઉત્પન્ન થતી પ્રજ્ઞા પ્રગટે છે, એ પ્રજ્ઞાથી સંસ્કારો ઉત્પન્ન થાય છે, એમ નવો નવો સંસ્કારસમૂહ ઉત્પન્ન થાય છે. એનાથી પ્રજ્ઞા, એનાથી સંસ્કાર (એમ નિરોધ સંસ્કારાશય વધે છે).
આ સંસ્કારાશય ચિત્તને સાધિકાર કેમ ન બનાવે ? કારણ કે એ સમાધિ પ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલા સંસ્કાર લેશોનો ક્ષય કરવાના હેતુ હોવાથી ચિત્તને અધિકારવાળું બનાવતા નથી. (એથી ઊલટું) એ ચિત્તને પોતાના કાર્ય (અધિકાર)થી નિવૃત્ત કરે છે. (કારણ કે) ચિત્તનું કાર્ય વિવેકખ્યાતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી જ ચાલે છે. ૫૦
तत्त्व वैशारदी स्यादेतत्-भवतु परमार्थविषय: संप्रज्ञातो यथोक्तोपायाभ्यासात् । अनादिना तु व्युत्थानसंस्कारेण निरूढनिबिडतया प्रतिबन्धनीया समाधिप्रज्ञा सा वात्यावर्तमध्यवर्तिप्रदीपपरमाणुरिवेति शङ्कामपनेतुं सूत्रमवतारयति-समाधिप्रज्ञेति । सूत्रं