________________
પા. ૧ સૂ. ૪૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૨૩
गतिरित्युक्तम् (द्र० १७ भाष्य) । अनुमानेन च सामान्येनोपसंहारः । तस्माच्छुतानुमानविषयो न विशेषः कश्चिदस्तीति ।
__ न चास्य सूक्ष्मव्यवहितविप्रकृष्टस्य वस्तुनो लोकप्रत्यक्षेण ग्रहणमस्ति । न चास्य विशेषस्याप्रमाणकस्याभावोऽस्तीति समाधिप्रज्ञानिर्ग्राह्य एव स विशेषो भवति- भूतसूभगतो वा पुरुषगतो वा । तस्माच्छुतानुमानप्रज्ञाभ्यामन्यविषया सा प्रज्ञा विशेषार्थत्वादिति ॥४९॥
શ્રત કે આગમ જ્ઞાન સામાન્ય વિષયક છે. આગમ વડે વિશેષ કહી શકાય નહીં. કેમ? કારણ કે શબ્દનો સંકેત વિશેષ માટે કરેલો નથી. અને અનુમાન પણ સામાન્યને જ પોતાનો વિષય બનાવે છે. જ્યાં પ્રાપ્તિ (शशस्तिनी पडाय) छ, त्यति (शाननी गति बोध) छे. ज्यां પ્રાપ્તિ નથી ત્યાં ગતિ નથી, એમ કહ્યું છે. અનુમાનના નિર્ણયોનો સામાન્યમાં અંત થાય છે. તેથી કોઈ વિશેષ શ્રત અને અનુમાનનો વિષય બનતો નથી.
વળી, લૌકિક (ઇન્દ્રિય) પ્રત્યક્ષથી સૂક્ષ્મ, વ્યવધાનવાળી અને દૂર રહેલી વસ્તુઓનું ગ્રહણ થતું નથી. અને કોઈ પણ પ્રમાણથી ગ્રહણ ન થતા વિશેષો છે જ નહીં, એવું નથી. કારણ કે સમાધિપ્રજ્ઞાવડે એ વિશેષોનું ગ્રહણ થાય છે- પછી એ વિશેષો ભલે સૂક્ષ્મભૂતોમાં કે પુરુષમાં રહેલા હોય. તેથી શ્રુત અને અનુમાન જ્ઞાનથી જુદા વિષયવાળી એ (ઋતંભરા) પ્રજ્ઞા છે, કારણ કે એનો વિષય પદાર્થના વિશેષ છે. ૪૯
तत्त्व वैशारदी __ स्यादेतत्-आगमानुमानगृहीतार्थविषयीभावनाप्रकर्षलब्धजन्मा निर्विचारागमानुमानविषयमेव गोचरयेत् । न खल्वन्यविषयानुभवजन्मा संस्कारः शक्तोऽन्यत्र ज्ञानं जनयितुमतिप्रसङ्गात् । तस्मानिर्विचारा चेदृतंभरागमानुमानयोरपि तत्प्रसङ्ग इत्यत आह- श्रुतानुमानेत्यादि । बुद्धिसत्त्वं हि प्रकाशस्वभावं सर्वार्थदर्शनसमर्थमपि तमसावृतं यत्रैव रजसोद्धाट्यते तत्रैव गृह्णाति । यदा त्वभ्यासवैराग्याभ्यामपास्तरजस्तमोमलमनवद्यवैशारद्यमुद्द्योतते तदास्यातिपतितसमस्तमानमेयसीम्नः प्रकाशान्त्ये सति किं नाम यन्न गोचर इति भावः । व्याचष्टे-श्रुतमागमविज्ञानं तत्सामान्यविषयम् इति । कस्मात् ? न ह्यागमेन शक्यो विशेषोऽभिधातुम् । कुतः ? यस्मादानन्त्याव्यभिचाराच्च न विशेषेण कृतसंकेतः शब्दः । यस्मादस्य विशेषेण सह न वाच्यवाचकसंबन्धः