________________
૧૨૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૪૯
भवति । अन्वर्था च सा, सत्यमेव बिभर्ति । न च तत्र विपर्यासज्ञानगन्धोऽप्यस्तीति । तथा चोक्तम्
आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते योगमुत्तमम् ॥ इति ॥४८॥
એમાં સમાહિત ચિત્તવાળા યોગીમાં જે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે એનું નામ ઋતંભરા છે. એ સંજ્ઞા સાર્થક છે, સત્યને જ ધારણ કરે છે. ત્યાં વિપર્યાસ જ્ઞાન (અવળા જ્ઞાન)ની ગંધ પણ નથી. આ વિષે કહ્યું છે :“આગમથી અનુમાનથી અને ધ્યાનાભ્યાસમાં રસ ઉત્પન્ન થવાથી, એમ ત્રણ રીતે પ્રજ્ઞા કેળવીને ઉત્તમ યોગ પ્રાપ્ત કરે છે.” ૪૮
तत्त्व वैशारदी
अत्रैव योगिजनप्रसिद्धान्वर्थसंज्ञाकथनेन योगिसंमतिमाह ऋतंभरा तत्र प्रज्ञा । सुगमं भाष्यम् । आगमेनेति वेदविहितं श्रवणमुक्तम् । अनुमानेनेति मननम् । ध्यानं વિન્તા । તત્રાભ્યાસ: પૌન:પુન્યેનાનુષ્ઠાનમ્ । તસ્મિન્નસ આવર: । તવનેન.નિવિધ્યાસનમુત્તમ્ ॥૪॥
આ વિષે યોગીઓમાં પ્રસિદ્ધ સાર્થક સંજ્ઞા ઋતંભરા પ્રજ્ઞા”નો ઉલ્લેખ કરીને યોગીઓની સંમતિ દર્શાવે છે. ભાષ્ય સુગમ છે. “આગમેન’થી વેદવિહિત શ્રવણ કહ્યું. “અનુમાનેન’”થી મનન અને “ધ્યાન’”થી ચિન્તન કહ્યું. એમનો અભ્યાસ એટલે વારંવાર અનુષ્ઠાન. એમાં રસ એટલે આદ૨. આનાથી નિદિધ્યાસન કહ્યું.૪૮
सा पुनः
-
એ (પ્રજ્ઞા) વળી -
श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् ॥४९॥
કે
શ્રુતજ્ઞાન અને અનુમાનજ્ઞાનથી જુદા વિષયવાળી છે, કારણ એનો સંબંધ પદાર્થની વિશેષતા (ખાસિયત) સાથે છે. ૪૯
भाष्य
श्रुतमागमविज्ञानं तत्सामान्यविषयम् । न ह्यागमेन शक्यो विशेषोऽभिधातुम् । कस्मात् ? न हि विशेषेण कृतसंकेत: शब्द इति । तथानुमानं सामान्यविषयमेव । यत्र प्राप्तिस्तत्र गतिर्यत्र न प्राप्तिस्तत्र न