________________
પા. ૧ સૂ. ૪૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૧૯
लक्षणमलिङ्गस्यैव सौक्ष्म्यमित्याशयवान्पृच्छति-किं त्विति । उत्तरमाह-लिङ्गस्येति । सत्यं कारणं न तूपादानम् । यथा हि प्रधानं महदादिभावेन परिणमते न तथा पुरुषस्तद्धेतुरपीत्यर्थः । उपसंहरति-अतः प्रधान एवं सौक्ष्म्यं निरतिशयं व्याख्यातम्
શું સૂક્ષ્મ ભૂતોમાં ગ્રાહ્ય વિષયવાળી સમાપત્તિ સમાપ્ત થાય છે ? ના. સૂક્ષ્મતાનો અંત અલિંગ (પ્રકૃતિ)માં આવે છે. પૃથ્વીના પરમાણુની ગંધમાત્રા સમાપત્તિનો સૂક્ષ્મ વિષય છે. એમ આગળ પણ સૂક્ષ્મતાના ક્રમમાં યોજવું. લિંગમાત્ર એટલે મહત્તત્ત્વ, કારણ કે એ પ્રધાનમાં લય પામે છે. અલિંગ એટલે પ્રધાન, કારણ કે એ ક્યાંય પણ લય પામતું નથી, એવો અર્થ છે. “ન ચાલિંગાત્પરમ્” વગેરેથી અલિંગમાં સૂક્ષ્મતાની પરાકાષ્ઠા કહે છે. “નનુ” વગેરેથી પ્રશ્ન કરે છે કે ફક્ત અલિંગ નહીં, પુરુષ પણ સૂક્ષ્મ છે. “સત્યમ્” વગેરેથી એનો પરિહાર (નિરાકરણ) કરતાં કહે છે કે ઉપાદાન તરીકે સૂક્ષ્મતા અલિંગમાં જ છે, બીજે નથી. મહતું, અહંકાર વગેરે પુરુષાર્થરૂપ નિમિત્તવાળા છે, તેથી પુરુષ પણ અલિંગની જેમ કારણ છે. આવા લક્ષણવાળા અલિંગની જ સૂક્ષ્મતા કેમ ? એના જવાબમાં “લિંગસ્ય...” વગેરેથી કહે છે કે સાચી વાત છે પુરુષ કારણ છે, પણ ઉપાદાન કારણ નથી. જેમ પ્રધાન મહત્વ વગેરે રૂપે પરિણમે છે, એમ પુરુષ પરિણમતો નથી. છતાં એ હેતુ પણ છે. ચર્ચા સમાપ્ત કરતાં કહે છે : માટે પ્રધાનમાં જ સૂક્ષ્મતાની પરાકાષ્ઠા છે, એમ સમજાવ્યું છે. ૪૫
ता एव सबीजः समाधिः ॥४६॥ એ (ચાર સમાપત્તિઓ) સબીજ સમાધિ જ છે. ૪૬
भाष्य
ताश्चतस्त्रः समापत्तयो बहिर्वस्तुबीजा इति समाधिरपि सबीजः । तत्र स्थूलेऽर्थे सवितर्को निर्वितर्कः, सूक्ष्मेऽर्थे सविचारो निर्विचार इति चतुर्थोपसंख्यातः समाधिरिति ॥४६॥
એ ચાર સમાપત્તિઓ બાહ્યવસ્તુઓના બીજવાળી છે, તેથી સમાધિ પણ સબીજ છે. એમાં સ્થૂલ પદાર્થમાં સવિતર્ક અને નિર્વિતર્ક, તેમજ સૂક્ષ્મ. પદાર્થમાં સવિચાર અને નિર્વિચાર એમ ચાર પ્રકાર સમાધિના વર્ણવ્યા. ૪૬