________________
૧૧૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૪૩
ન હોવાથી પરમાણુઓ જ્ઞાનનો વિષય બનતા નથી.
ખરેખર હયાત પરમાણુઓમાં સ્થૂલતારૂપ પ્રતિભાસિક સંવૃત્તિધર્મ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય કે નહીં? એના જવાબમાં “અર્થાત્મા” વગેરેથી કહે છે કે શૂલપણું અનુભવસિદ્ધ હોવાથી, એનો બાધ કરનારાં પ્રબળ કારણો ન હોય ત્યાં સુધી, એને ટાળી શકાય નહીં. જે લોકો કચણુક વગેરે ક્રમથી ગાય, ઘડો વગેરે ઉત્પન્ન થાય છે એમ માને છે. એમને “અણુપ્રચય:..” વગેરેથી કહે છે કે અણુઓનો યૂલરૂપે પરિણમતો પ્રચય, બીજાં પરિણામોથી ભિન્ન છે. એવો અણુપ્રચય આત્મા કે સ્વરૂપ છે, એવા ગાય, ઘડો વગેરે પદાર્થો છે. ગાય વગેરે ભોગાયતન છે. ઘડો વગેરે (જડ હોવાથી) ફક્ત વિષય છે. એ બંને (જડ-ચેતન) રૂપ જગત્ અવલોકાય છે, માટે લોક કહેવાય છે.
આ લોક સૂક્ષ્મભૂતોથી ભિન્ન કે અભિન્ન હોવો જોઈએ. ભિન્ન હોય તો એમના આશ્રયે રહેનાર અને એમના આકારવાળો શાથી છે? વસ ઘડાથી ભિન્ન છે, તેથી એના આકારનો કે એના આશ્રયરૂપ નથી. અને અભિન્ન હોય તો એમની જેમ સૂક્ષ્મ અને અસાધારણ (સ્વતંત્ર) હોવો જોઈએ. આ શંકાના જવાબમાં “સ ચ સંસ્થાનવિશેષો ભૂતસૂક્ષ્માણાં સાધારણો ધર્મ આત્મભૂતઃ.” વગેરેથી કહે છે એનો અભિપ્રાય એ છે કે ઘડા વગેરે પરમાણુઓથી અત્યંત ભિન્ન કે અભિન્ન નથી. અત્યંત ભિન્ન હોય તો ગાય-ઘોડા વગેરેની જેમ ધર્મધર્મીભાવ થાય નહીં, અને અત્યંત અભિન્ન હોય તો પણ ધર્મધર્મીભાવ થાય નહીં. તેથી થોડો ભેદ અને થોડો અભેદ છે, એમ સ્વીકારવું જોઈએ. આનાથી બધું યોગ્ય રીતે સમજી શકાય છે. “ભૂતસૂક્ષ્માણાં..” માં છઠ્ઠી વિભક્તિ પ્રયોજીને થોડો ભેદ, અને “આત્મભૂત.” કહીને થોડો અભેદ સૂચવે છે. વ્યક્ત થયેલા, અનુભવી શકાય અને વ્યવહાર કરી શકાય એવા ફળથી, એના વિરોધીના સમાધાન માટે અનુમાન પ્રયોજે છે. કારણથી અભિન્ન હોવાના કારણે કારણનો આકાર કાર્યમાં આવે એ યોગ્ય છે, એમ “સ્વભંજકાંજન”... વગેરેથી કહ્યું.
શું એ એનો આત્મભૂત કે નિત્ય ધર્મ છે? જવાબમાં “ધર્માન્તર...” વગેરેથી ના કહે છે. ધર્માન્તર એટલે ઠીકરાં વગેરે બીજા ધર્મનો ઉદય થતાં (ઘડો નષ્ટ થાય છે) એવો અર્થ છે. એ અવયવીનું પરમાણુઓથી ભિન્ન રૂપ “સ એષ.” વગેરેથી દર્શાવે છે. પરમાણુથી સિદ્ધ થતી ક્રિયા કરતાં જુદી ક્રિયા મધ, પાણી વગેરે ધારણ કરવાની ક્રિયા - (ઘડો કરે છે, માટે એવા ધર્મવાળો છે. ફક્ત અનુભવથી નહીં, વ્યવહારથી પણ આ વાત બરોબર છે, એમ સમજાય છે, કારણ કે એનાથી લોકયાત્રા સિદ્ધ થાય છે, એમ “તેન...” વગેરેથી કહે છે.