________________
પા. ૧ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૧૧
ચિત્ત અર્થમાત્રમાં એકાગ્ર થાય, અર્થમાત્રનો આદર કરે, અને એનો જ સતત અભ્યાસ કરે, તો અવકાશ ન મળવાથી સંકેત સ્મૃતિ ત્યજાય છે, એનો ત્યાગ થતાં તન્મૂલક શ્રુત, અનુમાન જ્ઞાનજન્ય વિકલ્પો ત્યજાય છે, ત્યારે એમનાથી શૂન્ય એવી સમાધિપ્રજ્ઞામાં સ્વરૂપમાત્રવડે સ્થિર થયેલો પદાર્થ, પોતાના સ્વરૂપમાત્રરૂપ હોવાથી, વિકલ્પિત આકારોથી છૂટો પડે છે, એ નિર્વિતર્ક સમાપત્તિ છે. એ, આરોપના ગંધથી પણ રહિત હોવાથી, યોગીઓનું ૫૨-પ્રત્યક્ષ કહેવાય છે.
ભલે. પણ યોગીઓ પર-પ્રત્યક્ષથી પદાર્થના તત્ત્વને જાણીને, એનો ઉપદેશ અને નિરૂપણ કરે છે. આગમ (શબ્દ) અને પરાર્થ (બીજાને માટે કહેલું) અનુમાનનો જે વિષય નથી, એવા પદાર્થનો ઉપદેશ અને પ્રતિપાદન તેઓ એ બે વડે કેવી રીતે કરી શકે ? માટે વિકલ્પરૂપ આગમ અને અનુમાનનો વિષય પદાર્થ છે, તેથી પરપ્રત્યક્ષ પણ વિકલ્પ જ છે. આ શંકાનો જવાબ “તચ્ચ શ્રુતાનુમાનયોર્બીજ..” વગેરેથી આપતાં કહે છે કે જો નિર્વિતર્ક જ્ઞાન સવિતર્કની જેમ શ્રુત અને અનુમાન સાથે, એમનાથી સંબંધિત બનીને ઉત્પન્ન થતું હોત તો સંકીર્ણ થાત, પણ આ તો એ બંનેનું બીજ છે. એનાથી શ્રુત અને અનુમાન ઉત્પન્ન થાય છે. અને જે જેનું કારણ હોય એ એનો વિષય ન બની શકે. ધુમાડાનું જ્ઞાન અગ્નિના જ્ઞાનનું કારણ હોવાથી અગ્નિને પોતાનો વિષય ન બનાવી શકે. તેથી વિકલ્પ વિનાના પ્રત્યક્ષથી ગ્રહણ કરીને, વિકલ્પના આશ્રયે યોગીઓ પદાર્થનો ઉપદેશ આપે છે અને એનું નિરૂપણ કરે છે. “તસ્માત્”... વગેરેથી ચર્ચા સમાપ્ત કરતાં કહે છે કે આ કારણે યોગીઓનું નિર્વિતર્ક સમાધિથી ઉત્પન્ન થયેલું દર્શન બીજાં પ્રમાણોથી સંકીર્ણ નથી. “નિર્વિતર્કોયાઃ...” વગેરેથી જેની વ્યાખ્યા કરવાની છે એ સૂત્ર સાથે સંબંધ યોજે છે.
“સ્મૃતિપરિશુદ્ધ...” વગેરે સૂત્ર છે. શબ્દસંકેત, શ્રુત (આગમ કે શબ્દ) અને અનુમાનજન્ય જ્ઞાન વિકલ્પ છે, એનાથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. એ સ્મૃતિની પરિશુદ્ધિ, નિવૃત્તિ, થતાં નિર્વિતર્ક સમાપત્તિ થાય છે. સંકેતસ્મૃતિનો નાશ હેતુ છે. એ હેતુથી શ્રુત વગેરે જ્ઞાનની સ્મૃતિ પરિશુદ્ધ થાય છે. અનુમાન શબ્દ કર્મસાધન હોવાથી અનુમેય પદાર્થનો વાચક છે. “સ્વમિવ”માં “ઇવ” ભિન્નક્રમ હોવાથી “ત્યા” શબ્દ પછી મૂકવો જોઈએ.
‘તસ્યા એકબુપક્રમઃ”.. વગેરેથી (નિર્વિકલ્પ સમાપત્તિ) વિષે રહેલા વિરોધોનું નિરાકરણ કરે છે. એક પદાર્થ છે - એવા ખ્યાલનો આરંભ કરે છે, માટે “એક બુચુપક્રમ” કહેવાય છે. આનાથી પરમાણુઓ ઘણા હોવાને કારણે નિર્વિતર્કના વિષય નથી, એમ કહ્યું છે. યોગ્યતા હોવા છતાં અતિસૂક્ષ્મ હોવાથી, ઘણા હોવાથી, મોટાપણું અને એકપણું ન હોવાથી, એટલે કે સમન્વિત રીતે એક હોવાનો આભાસ