________________
પા. ૧ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૧૩
ભલે, પણ બાધક ન હોય તો અનુભવ અવયવીનું અસ્તિત્વ સિદ્ધ કરે. અને બાધક છે કે જે સત્ છે એ બધું નિરવયવ છે, જેમકે વિજ્ઞાન. અને સત્ ગાય, ઘડો વગેરે પદાર્થોના અસ્તિત્વ (ભાવ)નો હેતુ છે. સત્તા વિરુદ્ધ ધર્મના સંબંધથી રહિત હોય છે એવી વ્યાપ્તિ (બધે લાગુ પડતો નિયમ) છે. વિરુદ્ધ ધર્મનો સંબંધ એ નિયમથી વિરુદ્ધ છે. એ અવયવવાળા પદાર્થોમાં ઉપલબ્ધ થાય છે. (એટલે કે અવયવી નષ્ટ થતાં અસત્ બની જાય છે). આમ વ્યાપક નિયમથી વિરુદ્ધ ધર્મ એમાં ઉપલબ્ધ થતો હોવાથી, એની સત્તાને નિવૃત્ત કરે છે. અને અવયવીમાં, આ દેશમાં હોવું અને ન હોવું, આવૃત હોવું તેમજ અનાવૃત હોવું, રક્તત્વ અને અરક્તત્વ, ચલ (ગતિશીલ) હોવું અને અચલ હોવું, એવાં લક્ષણવાળો વિરુદ્ધ ધર્મનો સંબંધ જોવા મળે છે. (માટે અનુભવ અવયવીની સત્તા સિદ્ધ કરતો નથી). આ શંકાના જવાબમાં “યસ્ય પુનઃ અવસ્તુકઃ સ પ્રચયવિશેષઃ'' વગેરેથી કહે છે, એનો અભિપ્રાય એ છે કે અનુભવસિદ્ધ સત્તા (સ્થૂલ પદાર્થના અસ્તિત્વનો) હેતુ છે, જે મેલાં પગરખાંવાળો હળ ચલાવનાર (અભણ ખેડૂત) પણ અનુભવે છે. જે અનુભવસિદ્ધથી જુદો નથી, ત્યાં બીજી વસ્તુ અસિદ્ધ હોવાથી હેતુ બની શકે નહીં. ઘડા વગેરેનું અસ્તિત્વ અનુભવસિદ્ધ અને કાર્યક્ષમ છે, એ સ્થૂળથી ભિન્ન નથી. જે હેતુ સ્થૂલપણાને નકારે એ પોતાને જ નકારે છે.
સ્થૂલ હોવું એ જ સત્તા નથી પણ અસત્થી વ્યાવૃત્તિ છે. સ્થૂલતાના અભાવની વ્યાવૃત્તિ એટલે સ્થૂલતા. જેમની વ્યાવૃત્તિ કરવાની હોય એવા વ્યાવર્ત્ય ઘણા હોવાથી વ્યાવૃત્તિઓ પણ ભિન્ન ભિન્ન છે. તેથી સ્થૂલતાના અભાવમાં પણ સત્તા નષ્ટ થતી નથી, કેમકે એ એનાથી અન્ય (ભિન્ન) છે. વ્યાવૃત્તિભેદથી નિશ્ચિત કરવા ઇચ્છેલા વિષયોનો પણ ભેદ છે. અવિકલ્પ અનુભવરૂપ પ્રમાણથી પદાર્થો નિશ્ચિત કરવામાં આવે છે, એ પ્રમાણનો વિષય તમારા મતમાં કયો છે ? એનું આપ નિરૂપણ કરો. તમે કહો કે રૂપના પરમાણુઓ, વચ્ચે અન્તર (અવકાશ) વિના ઉત્પન્ન થતા હોવાથી અને અત્યંત સૂક્ષ્મ હોવાથી ગ્રહણ કરી શકાતા નથી, તો (અમારો જવાબ છે કે) ખરેખર તો ગન્ધ, રસ, સ્પર્શના પરમાણુઓ વડે (રૂપના પરમાણુઓ) અન્તરિત (વચ્ચે આવે) છે, નિરન્તર કે અન્તરવિનાના નથી. તેથી (વૃક્ષો વચ્ચેનું) અન્તરાલ ગ્રહણ ન થતાં, એક સઘન વન છે, એવા જ્ઞાનની જેમ, પરમાણુઓને અવલંબતો હોવાથી આ વિકલ્પ મિથ્યા છે, તેથી તેના આધારે ઉત્પન્ન થયેલા વિકલ્પો પરંપરાથી પણ વસ્તુ સાથે સંકળાયેલા નથી. આ કારણે એમના સહારે નિશ્ચિત કરેલી સત્તાના નિરવયવપણાના સાધક તેઓ કેવી રીતે બની શકે ?
આ કારણે વિકલ્પવિનાના પ્રત્યક્ષનું પ્રામાણિકપણું સ્વીકારવા માગતા