________________
૧૦૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૪૩
“તઘથા ગૌરિતિ શબ્દ:” - જેમ ગાય એ શબ્દ છે. ગાય એમ કહેવાથી જણાતા અર્થ અને જ્ઞાનનો શબ્દથી અભેદરૂપ વિકલ્પ દર્શાવ્યો. “ગૌરિત્યર્થ :” – ગાય એ અર્થ (પ્રાણી) છે. ગાય એમ કહેવાથી જણાતા શબ્દ અને જ્ઞાનનો અર્થથી અભેદરૂપ વિકલ્પ દર્શાવ્યો. “ગૌરિતિ જ્ઞાનમ્”-ગાય એ જ્ઞાન છે. ગાય એમ કહેવાથી જણાતા શબ્દ અને અર્થનો જ્ઞાનથી અભેદરૂપ વિકલ્પ દર્શાવ્યો. આમ જુદાં હોવા છતાં શબ્દ, અર્થ અને જ્ઞાનનું જુદાં ન હોય એ રીતે ગ્રહણ થતું લોકમાં જોવામાં આવે છે..
જો અવિભાગથી ગ્રહણ થતું હોય તો વિભાગ ક્યાંથી આવ્યો ? એના જવાબમાં “વિભયમનાથ” વગેરેથી કહે છે કે અન્વય (સહભાવ) અને વ્યતિરેક (અસહભાવ)ની રીતે વિદ્વાનો વિશ્લેષણ કરે ત્યારે શબ્દના ધર્મો જુદા જણાય છે. શબ્દ ધ્વનિઓનું માત્ર પરિણામ છે, ઉદાત્ત વગેરે એના ધર્મો છે. અર્થ (વસ્તુ)ના જડપણું, મૂર્તપણું વગેરે જુદા છે. અને જ્ઞાનના પ્રકાશ તેમજ અમૂર્તપણું વગેરે ધર્મો જુદા છે. તેથી એમના સ્વરૂપના અસ્તિત્વનો માર્ગ ભિન્ન છે. આવા વિકલ્પિત ગાય વગેરે પદાર્થમાં સમાપત્તિ (સવિતર્ક છે). આનાથી યોગીનું અપર પ્રત્યક્ષ કહ્યું. બાકીનું સુગમ છે. ૪૨
यदा पुनः शब्दसंकेतस्मृतिपरिशुद्धौ श्रुतानुमानज्ञानविकल्पशून्यायां समाधिप्रज्ञायां वरूपमात्रेणावस्थितोऽर्थस्तत्स्वरूपाकारमात्रतयैवावच्छिद्यते सा च निर्वितर्का समापत्तिः । तत्परं प्रत्यक्षम् । तच्च श्रुतानुमानयो/जम् ततः श्रुतानुमाने प्रभवतः । न च श्रुतानुमान- ज्ञानसहभूतं तद्दर्शनम् । तस्मादसंकीर्णं प्रमाणान्तरेण योगिनो निर्वितर्कसमाधिजं दर्शनमिति । निर्वितर्कायाः समापत्तेरस्याः सूत्रेण लक्षणं ઘોક્તિ
પરંતુ ચિત્ત જ્યારે શબ્દના સંતથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ વગરનું અને શુદ્ધ બને, ત્યારે યોગીને સમાધિ પ્રજ્ઞામાં વસ્તુ, શ્રુતજ્ઞાન અને અનુમાનજ્ઞાન વિના, એના પોતાના વિશેષ સ્વરૂપમાં એના સ્વરૂપના આકારમાત્રથી સ્વતંત્રપણે જણાય, એ નિર્વિતર્ક સમાપત્તિ છે. એ પર (શ્રેષ્ઠ) પ્રત્યક્ષ છે. અને એ શ્રુત(સાંભળવામાં આવતો શબ્દ કે આગમ) અને અનુમાનનું બીજ છે. એનાથી શ્રુત અને અનુમાન ઉત્પન્ન થાય છે. અને એ શ્રુત અને અનુમાન જ્ઞાનના સહકારથી (એમની સાથે) ઉત્પન્ન થતું દર્શન નથી. તેથી યોગીનું આ નિર્વિતર્કસમાધિથી ઉત્પન્ન થયેલું દર્શન કોઈ પણ અન્ય પ્રમાણ સાથે ભળેલું નથી. આ નિર્વિતક સમપત્તિનું લક્ષણ સૂત્રવડે પ્રગટ કરવામાં આવે છે -