________________
પા. ૧ સૂ. ૪૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તવૈશારદી [૧૦૫
उपावर्तते सा संकीर्णा समापत्तिः सवितर्केत्युच्यते ॥४२॥
દાખલા તરીકે ગાય શબ્દ, ગાય અર્થ (વસ્ત), અને ગાયનું જ્ઞાન જુદાં છે, છતાં જુદાં ન હોય એમ ગ્રહણ થતાં જોવામાં આવે છે. વિશ્લેષણ કરતાં શબ્દના ધર્મો અન્ય, અર્થના ધર્મો અન્ય અને જ્ઞાનના ધર્મો જુદા જણાય છે. આમ એમના અસ્તિત્વનો માર્ગ જુદો છે. એમાં સમાપન્ન યોગીની સમાધિ પ્રજ્ઞામાં ગાય વગેરે આરૂઢ થયેલો પદાર્થ જો શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી વીંધાયેલો (યુક્ત) હોય, તો એ જટિલ સમાપત્તિ સવિતર્ક કહેવાય છે. ૪૨
तत्त्व वैशारदी __सामान्यतः समापत्तिरुक्ता । सेयमवान्तरभेदाच्चतुर्विधा भवति । तद्यथा सवितर्का निर्वितर्का सविचारा निर्विचारा चेति । तत्र सवितर्कायाः समापत्तेर्लक्षणमाहतत्रेत्यादि समापत्यन्तं सूत्रम् । तत्र तासु समापत्तिषु मध्ये सवितर्का समापत्तिः प्रतिपत्तठ्या । कीदृशी ? शब्दश्चार्थश्च ज्ञानं च तेषां विकल्पाः । वस्तुतो भिन्नानामपि शब्दादीनामितरेतराध्यासाद्विकल्पोऽप्येकस्मिन्भेदमादर्शयति भित्रेषु चाभेदम्, तेन शब्दार्थज्ञानविकल्पैः संकर्णा व्यामिश्रेत्यर्थः । तद्यथा गौरिति शब्द इति । गौरित्युपात्तयोरर्थज्ञानयोः शब्दाभेदविकल्पो दर्शितः । गौरित्यर्थ इति । गौरित्युपात्तयोः शब्दज्ञानयोराभेदविकल्पो दर्शितः । गौरिति ज्ञानमिति । गौरित्युपात्तयोः शब्दार्थयो नाभेदविकल्पः । तदेवमविभागेन विभक्तानामपि शब्दार्थज्ञानानां ग्रहणं लोके द्रष्टव्यम् । यद्यविभागेन ग्रहणं कुतस्तहि विभाग इत्यत आह- विभज्यमानाश्चेति । विभज्यमानाश्चान्वयव्यतिरेकाभ्यां परीक्षकैरन्ये शब्दधर्मा ध्वनिपरिणाममात्रस्य शब्दस्योदात्तादयो धर्माः, अन्येऽर्थस्य जडत्वमूर्तत्वादयः, अन्ये प्रकाशमूर्तिविरहादयो ज्ञानस्य धर्मा इति । तस्मादेतेषां विभक्तः पन्थाः स्वरूपभेदोनयनमार्गः । तत्र विकल्पिते गवाद्यर्थे समापनस्येति । तदनेन योगिनोऽपरं प्रत्यक्षमुक्तम् । शेषं सुगमम् ॥४२॥
સામાન્ય સમાપત્તિ કહી. એ પેટા ભેદોથી ચાર પ્રકારની છે : સવિતર્ક, निर्वित, सविया। अने निर्वियास. "तत्र"... कथा सविताई सभापत्तिनु લક્ષણ કહે છે. એ ચાર સમાપત્તિઓમાંથી સવિતર્ક સમાપત્તિ જાણવી જોઈએ ? એ કેવી છે?. શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પો છે. ખરેખર ભિન્ન એવા શબ્દ વગેરેના પરસ્પર અધ્યાસથી વિકલ્પ એકમાં ભેદ દર્શાવે છે અને ભિન્નમાં અભેદ. આ કારણે શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી સંકીર્ણ એટલે મિશ્રિત (સમાપત્તિ હોય છે).