________________
૧૦૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૪૨
અને અચેતન ઘડા વગેરે સમજવાં. આનાથી વિતર્ક અને વિચારથી અનુગત એમ બે સંપ્રજ્ઞાત સમાધિ સમજવા જોઈએ.
ગ્રહણો એટલે ઇન્દ્રિયો. જે વડે વસ્તુઓનું ગ્રહણ થાય છે, તેથી ઇન્દ્રિયો ગ્રહણ કહેવાય છે. “ગ્રહણાલંબન...” વગેરેથી આ વાત સ્પષ્ટ કરે છે. ગ્રહણના આલંબનથી રંગાયેલું કે વીંધાયેલું ચિત્ત, પોતાનું અંતઃકરણરૂપ છુપાવીને ગ્રહણરૂપ કે બાહ્ય કરણરૂપ બને છે. આનાથી આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ કહ્યો. હવે “ગ્રહીનૂપુરુષ...” વગેરેથી અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિ વિષે કહે છે. ગ્રહતા પુરુષના સ્વરૂપવાળું એટલે અસ્મિતારૂપવાળું સમજવું. ગ્રહીતા પુરુષનું અસ્મિતા સ્થાન છે, એવો ભાવ છે.
“તથા મુક્તપુરુષાલંબનોપરક્તમ્”... વગેરેથી શુક, અલ્હાદ વગેરે મુક્ત પુરુષો પણ, પુરુષરૂપ હોવાના કારણે, સમાધિના વિષય તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે, એમ કહે છે. “તદેવમ્” વગેરેથી “તસ્થતદેજનતા” શબ્દ સમજાવે છે. ધારણાથી સ્થિર થયેલું, ધ્યાનના પરિપાકથી રજ-તમસના મનોવિનાનું ચિત્ત ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યમાં રહીને, એમના રૂપે રંગાયેલું બનવાથી એમના આકારવાળું બને, ત્યારે એની જે અવસ્થા થાય છે, એને સમાપત્તિ કે સંપ્રજ્ઞાત લક્ષણવાળો યોગ
કહે છે.
સૂત્રકારે સૂત્રમાં ગ્રહણ કરેલો ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એવો ક્રમ અર્થક્રમથી વિરુદ્ધ હોવાને કારણે સ્વીકારવો ન જોઈએ. ભાષ્યમાં પણ ભૂતસૂક્ષ્મનો પહેલાં કરેલો ઉલ્લેખ સ્વીકારવા જેવો નથી. આમ બધું રમણીય છે. ૪૧
तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः ॥४२॥
જે શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી મિશ્રિત હોય એ સવિતર્ક સમાપત્તિ છે. ૪૨
भाष्य तद्यथा गौरिति शब्दो गौरित्यर्थो गौरिति ज्ञानमित्यविभागेन विभक्तानामपि ग्रहणं दृष्टम् । विभज्यमानाश्चाऽन्ये शब्दधर्मा अन्येऽर्थधर्मा अन्ये ज्ञानधर्मा इत्येतेषां विभक्तः पन्थाः । तत्र समापनस्य योगिनो यो गवाद्यर्थः समाधिप्रज्ञायां समारूढः स चेच्छब्दार्थज्ञानविकल्पानुविद्ध