________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૭
प्रदीपसहस्रेणापि शक्यो व्यङ्क्रम् । कृतसंकेतस्तु करभशब्दो वारणे वारणप्रतिपादको दृष्टः । ततः संकेमकृतमेव वाचकत्वमिति विमृश्याभिमतमवधारयति-स्थितोऽस्येति । अयमभिप्रायः-सर्व एव शब्दाः सर्वाकारार्थाभिधानसमर्था इति स्थित एवैषां सर्वाकारैरर्थैः स्वाभाविकः संबन्ध: । ईश्वरसंकेतस्तु प्रकाशकञ्च नियामकश्च तस्य । ईश्वरसंकेतासंकेतकृतश्चास्य वाचकापभ्रंशविभागः । तदिदमाह - संकेतस्त्वीश्वरस्येति । निदर्शनमाहयथेति । ननु शब्दस्य प्राधानिकस्य महाप्रलयसमये प्रधानभावमुपगतस्य शक्तिरपि प्रलीना । ततो महदादिक्रमेणोत्पन्नस्यावाचकस्यैव माहेश्वरेण संकेतेन न शक्या वाचकशक्तिरभिज्वलयितुं विनष्टशक्तित्वादित्यत आह-सर्गान्तरेष्वपीति । यद्यपि सह शक्त्या प्रधानसाम्यमुपगतः शब्दस्तथापि पुनराविर्भवंस्तच्छक्तियुक्त एवाविर्भवति वर्षातिपातसमधिगतमृद्भाव इवोद्भिज्जो मेघविसृष्टधारावसेकात् । तेन पूर्वसंबन्धानुसारेण संकेत: क्रियते भगवतेति । तस्मात्संप्रतिपत्तेः सदृशव्यवहारपरम्पराया नित्यतया नित्यः शब्दार्थयोः सम्बन्धो न कूटस्थनित्य इत्यागमिकाः प्रतिजानते, न पुनरागमनिरपेक्षाः सर्गान्तरेष्वपि तादृश एव संकेत इति प्रतिपत्तुमीशत इति भावः ||२७||
૭૬ ]
હવે એના (ઈશ્વરના) પ્રણિધાન (ઉપાસના) માટે એનો વાચક કહે છે. પ્રણવ એનો વાચક છે. “વાચ્ય ઈશ્વરઃ પ્રણવસ્ય”થી એનું વિવરણ કરે છે. “કિમસ્ય”... વગેરેથી વિચારવા માટે બીજાઓનો મત રજૂ કરે છે. વાચક એટલે કહેનાર. બીજા લોકો કહે છે કે જો શબ્દ અને અર્થનો સંબંધ સ્વાભાવિક હોય, અને આ શબ્દથી આ અર્થ સમજવો એવા સંકેતથી એ ફક્ત વ્યક્ત થતો હોય, તો જ્યાં એવો સંબંધ ન હોય, ત્યાં સેંકડો સંકેતોથી પણ એ વ્યક્ત થાય નહીં. જેમ દીવાથી વ્યક્ત થતો ઘડો જ્યાં ન હોય, ત્યાં હજાર દીવાઓથી પણ એ વ્યક્ત થશે નહીં. હાથી માટે એવો સંકેત કર્યો હોય કે એનું જ્ઞાન “ઊંટ” શબ્દથી થશે, તો એનાથી હાથીનું જ્ઞાન થશે. તેથી વાચકત્વ સંકેતથી નિશ્ચિત થાય છે, એમ વિચાર માટે પૂર્વપક્ષ કહીને “સ્થિતોઽસ્ય...” વગેરેથી પોતાનો અભિમત સિદ્ધાન્ત નક્કી કરે છે. કહેવાનો અભિપ્રાય એ છે કે બધા શબ્દો, બધા આકારવાળા અર્થો કહેવા માટે સમર્થ છે, તેથી તેમનો બધા આકારના અર્થો સાથે સ્વાભાવિક સંબંધ સ્થિર છે. ઈશ્વર-સંકેત તો એ સંબંધનો પ્રકાશક અને નિયામક છે. ઈશ્વરકૃત સંકેત અને એનો અભાવ, વાચક અને અપભ્રંશના ભેદનું કારણ છે. “સંકેતસ્ત્વીશ્વરસ્ય”. વગેરેથી આ વાત કહે છે. અને “યથાવસ્થિતઃ પિતાપુત્રયોઃ સંબંધઃ'થી દાખલો આપીને એને સ્પષ્ટ કરે છે.
પ્રાધાનિક (પ્રધાનથી ઉત્પન્ન થયેલો) શબ્દ મહાપ્રલય વખતે પ્રધાનભાવ પ્રાપ્ત થાય, ત્યારે એની શક્તિ પણ લીન થાય છે. પછી મહત્ વગેરે ક્રમથી ઉત્પન્ન