________________
પા. ૧ સૂ. ૨૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[ ૭૫
શકતો નથી. પ્રકર્ષ ગતિ એટલે પ્રાપ્તિ. એમના વિષે જ્ઞાન વેદમાંથી મેળવવું જોઈએ. આવી વ્યવસ્થાથી ભગવાન સૌના ઈશ્વર-નિયન્તા- છે, એમ દર્શાવ્યું. ૨૬
तस्य वाचकः प्रणवः ॥२७॥ પ્રણવ એમનો વાચક છે. ૨૭
भाष्य वाच्य ईश्वरः प्रणवस्य । किमस्य संकेतकृतं वाच्यवाचकत्वमथ प्रदीपप्रकाशवदवस्थितमिति । स्थितोऽस्य वाच्यस्य वाचकेन सह संबन्धः । संकेतस्त्वीश्वरस्य स्थितमेवार्थमभिनयति । यथावस्थितः पितापुत्रयोः संबन्धः संकेतेनावद्योत्यते, अयमस्य पिता, अयमस्य पुत्र इति । सर्गान्तरेष्वपि वाच्यवाचकशक्त्यपेक्षस्तथैव संकेतः क्रियते । संप्रतिपत्तिनित्यतया नित्यः शब्दार्थसंबन्ध इत्यागमिनः प्रतिजानते ॥२७॥
પ્રણવના વાચ્ય ઈશ્વર છે. આ વાગ્ય-વાચક ભાવ સંત પરંપરાથી) પ્રાપ્ત છે કે પ્રદીપ અને પ્રકાશની જેમ સ્વાભાવિક છે ?
આ વાચ્ય મહેશ્વરનો વાચક સાથેનો સંબંધ સ્વાભાવિક (નિત્ય) છે. ઈશ્વરકૃત સંકેત તો (પરંપરાથી નિશ્ચિત થયેલા) સંકેતને પ્રગટ કરે છે. જેમ પિતા પુત્રના નિશ્ચિત સંબંધને સંકેત વડે વ્યક્ત કરવામાં આવે છે કે આ આનો પિતા છે અને આ આનો પુત્ર છે. આવો સંકેત બીજા સર્ગોમાં પણ વાચ્ય-વાચક શક્તિની અપેક્ષાએ નક્કી થાય છે. આગમના વિશેષજ્ઞો જાણે છે કે શબ્દ અને અર્થનો સંબંધ પેઢી દર પેઢી ચાલ્યો આવતો હોવાથી નિત્ય છે. ૨૭
तत्त्व वैशारदी संप्रति तत्प्रणिधानं दर्शयितुं तस्य वाचकमाह-तस्य वाचकः प्रणवः । व्याचष्टे-घाच्य इति । तत्र परेषां मतं विमर्शद्वारेणोपन्यस्यति-किमस्येति । वाचकत्वं प्रतिपादकत्वमित्यर्थः । परे हि पश्यन्ति यदि स्वाभाविक: शब्दार्थयोः संबन्धः संकेतेनास्माच्छब्दादयमर्थः प्रत्येतव्य इत्येवमात्मकेनाभिव्यज्येत, ततो यत्र नास्ति स संबन्धस्तत्र संकेतशतेनापि न व्यज्येत । न हि प्रदीपव्यङ्गयो घटो यत्र नास्ति तत्र