________________
પા. ૧ સૂ. ૨૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[ ૭૭
થયેલા અવાચક શબ્દની મહેશ્વરના સંકેતથી વાચકશક્તિ ફરીથી પ્રગટ થવી શક્ય નથી. કેમકે એની શક્તિ નષ્ટ થયેલી છે. આ શંકાના સમાધાન માટે
સર્ગાન્તરેડૂપિ” વગેરેથી કહે છે કે યદ્યપિ શબ્દ પોતાની વાચક શક્તિ સાથે પ્રધાનસામ્ય પ્રાપ્ત થયો હતો, છતાં પણ આવિર્ભાવ વખતે શક્તિ સાથે જ ઉત્પન્ન થાય છે, જેમ વર્ષાઋતુ ગયા પછી માટીરૂપ બનેલા ઉદભિજ્જો (ઘાસ વગેરે) ફરીથી વરસાદની ધારાઓ વડે સંચાઈને પેદા થાય છે. તેથી ભગવાન અગાઉ નક્કી થયેલા વાચ્ય-વાચક સંબંધ અનુસાર સંકેત કરે છે. આમ સંપ્રતિપત્તિ એટલે કે એકસરખી વ્યવહારપરંપરા નિત્ય હોવાથી, શબ્દ અને અર્થના સંબંધનો સંકેત પણ નિત્ય છે, છતાં એ નિત્યતા ફૂટસ્થ-સ્વતંત્ર-નથી એમ આગમ (શ્રૌતમાર્ગ)ના અનુયાયીઓ નિશ્ચિતપણે માને છે. વેદને પ્રમાણ ન માનનારા લોકો બીજા સર્ગોમાં પણ સંત એકસરખો હોય છે, એ હકીકત જાણી શકતા નથી, એમ કહેવાનો ભાવ છે. ૨૭
વિશાતવાચવાવરુત્વી નિ:- આવા વાચ્યવાચકપણાને જાણનાર યોગીને
માટે,
तज्जपस्तदर्थभावनम् ॥२८॥ એનો જપ એટલે એના અર્થની ભાવના. ૨૮
__ भाष्य प्रणवस्य जपः प्रणवाभिधेयस्य चेश्वरस्य भावनम् । तदस्य योगिनः प्रणवं जपतः प्रणवार्थं च भावयतश्चित्तमेकाग्रं संपद्यते । तथा चोक्तम्
स्वाध्यायाद्योगमासीत योगात्स्वाध्यायमासते। स्वाध्याययोगसंपत्त्या परमात्मा प्रकाशते ॥ इति ॥२८॥
(. વિષ્ણુપુ. ધાદાર) પ્રણવનો જપ અને પ્રણવના અભિધેય (વાચ્ય ઈશ્વર)ની ભાવના કરવી જોઈએ. પ્રણવનો જપ કરતા અને પ્રણવના અર્થની ભાવના કરતા યોગીનું ચિત્ત એકાગ્ર થાય છે. આ વિષે કહ્યું છે : સ્વાધ્યાયથી યોગાભ્યાસ અને યોગાભ્યાસથી સ્વાધ્યાય કરે. આમ સ્વાધ્યાય અને યોગના સહયોગથી પરમાત્મા પ્રકાશિત થાય છે. ૨૮