________________
૭૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૫
ન
એમાં સર્વજ્ઞતાનું બીજ કે કારણ અન્યથી ન ઓળંગી શકાય એવું છે. “યદિદ...” વગેરેથી આનું વિવરણ કરે છે. બુદ્ધિસત્ત્વનું આવરણ કરનાર તમોગુણના ઓછાવત્તા ક્ષયના પ્રમાણમાં, અતીતનાં અને અનાગતમાં પેદા થનારાં રૂપોમાંથી પ્રત્યેકનું કે સમૂહનું, વર્તમાન હોય છતાં ઇન્દ્રયોની મર્યાદા બહાર રહેલા પદાર્થોનું ઓછું કે વધારે જ્ઞાન સર્વજ્ઞતાનું બીજ કે હેતુ છે. અતીત વગેરે વિષે કોઈ ઓછું જાણે છે, કોઈ એનાથી વધારે જાણે છે. કોઈ વળી સૌથી વધારે જાણે છે, આમ જ્ઞેય પદાર્થોનું જ્ઞાન ઓછું કે વધારે હોય છે. એમાં વૃદ્ધિ થતાં થતાં, જે પુરુષમાં એ અતિશયરહિત બને, એ સર્વજ્ઞ છે. આનાથી પ્રમેય વિષે કહ્યું. હવે પ્રમાણની ચર્ચા કરે છે. સર્વજ્ઞતાના બીજની પરાકાષ્ઠા એ સાધ્યનો નિર્દેશ છે. નિરતિશયપણું પરાકાષ્ઠા છે, કારણ કે એનાથી વધારે અતિશયતા નથી. અવધિનો નિશ્ચય કરવામાત્રથી સાધ્ય સિદ્ધ થતું નથી. સાતિશયપણાથી હેતુ કહ્યો. “પરિમાણવત્' વગેરે દૃષ્ટાન્તથી કહે છે કે જે સાતિશય છે એ નિરતિશય રૂપ પરાકાષ્ઠા અવશ્ય પ્રાપ્ત કરે છે. જેમ કમળ, આમળું અને બીલું. એમનામાં પરિમાણ સાતિશય છે. આત્મામાં એ નિરતિશય છે, એમ વ્યાપ્તિ દર્શાવે છે. ગરિમા વગેરે ગુણોમાં આ નિયમમાં કોઈ ફેરફાર નથી. અવયવોની ગરિમા કરતાં અવયવીની ગરિમા વધારે ન હોઈ શકે. પરંતુ સૂક્ષ્મ અંતિમ અવયવો એવા પરમાણુઓથી માંડીને (આકાશ સુધીના) જેટલા ગરિમાવાળા પદાર્થો છે. એ બધામાં રહેલી ગરિમાનો સરવાળો કરીને, વધતી જતી ગરિમાનું જ્ઞાન મેળવી શકાય. પરંતુ જ્ઞાન તો પ્રત્યેક શેયમાં સમાપ્ત થાય છે. તેથી એક, બે અથવા ઘણા પદાર્થવિષયક જ્ઞાનમાં સાતિશયતા યોગ્ય છે, માટે ત્યાં નિયમનો વ્યભિચાર (ફેરફાર) નથી. “યત્ર કાષ્ઠાપ્રાપ્તિÁનસ્ય સ સર્વજ્ઞઃ” જ્યાં જ્ઞાનની પરાકાષ્ઠા થાય એ સર્વજ્ઞ છે, એમ કહીને આ ચર્ચા પૂરી કરે છે. બુદ્ધ, અર્હત, કપિલ ઋષિ વગેરે ઘણા તીર્થંકરો છે. આ અનુમાનથી તેઓ સર્વજ્ઞ છે એમ નિર્ણય કેમ ન કરી શકાય ? “સામાન્યમાત્ર...' વગેરેથી એના જવાબમાં કહે છે કે અનુમાનથી ફક્ત સામાન્યનું જ્ઞાન થાય. તો વિશેષનું જ્ઞાન કેવી રીતે થાય ? એના જવાબમાં ‘તસ્ય વિશેષપ્રતિપત્તિરાગમતઃ પર્યન્વેષ્યા’’થી કહે છે કે ઈશ્વરની વિશેષતાનું જ્ઞાન શ્રુતિમાંથી મેળવવું જોઈએ. બુદ્ધ વગેરે દ્વારા રચિત આગમો નથી, આગમાભાસ છે, કારણ કે તેઓ બધાં પ્રમાણોથી બાધિત ક્ષણિકત્વ, નૈરાત્મ્ય વગેરેનો ઉપદેશ કરતાં હોવાથી છળયુક્ત છે, એવો ભાવ છે. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ વગેરેથી આવીને બુદ્ધિમાં અભ્યુદય, નિઃશ્રેયસના ઉપાયો સ્થિર થાય છે, તેથી એમને આગમ કહેવામાં આવે છે. માટે ઈશ્વર વિષેના વિશેષોનું તેમજ, શિવ, મહેશ્વર વગેરે સંજ્ઞાઓનું જ્ઞાન શ્રુતિ વગેરેમાં પ્રસિદ્ધ છે, એ ત્યાંથી જાણવું જોઈએ.વગેરે શબ્દથી ઈશ્વરનાં છ અંગો અને દસ અવ્યયોના