________________
येन केनापि सम्बन्धेनेति नव्याः ।
મુક્તાવલી : અત્યાર સુધી મુક્તાવલીકારે કહ્યું હતું કે વ્યભિચાર, બાધ વગેરે દોષ છે. હવે તેઓ કહે છે કે વ્યભિચાર દોષવાળો જે હેતુ છે તે જ દોષ સમજવો. તે જ રીતે સાધ્યામાવવાનું પક્ષઃ એ જ બાધ દોષ સમજવો. આમ હેતુ, પક્ષ વગેરેને જ દોષ
સમજવા.
=
પ્રશ્ન : જો આ રીતે હેત્વાદિ પોતે જ દોષસ્વરૂપ કહેવાય તો પછી હેતુ દુષ્ટ કહેવાય છે તે શી રીતે ? જો હેતુ દોષવાન્ હોય તો દુષ્ટ કહેવાય, પણ જો હેતુ પોતે જ દોષ હોય તો તેને દુષ્ટ=દોષવાન્ શી રીતે કહેવાય ? એ જ રીતે જો સાધ્યાભાવવાન્ પક્ષ એ બાધ દોષ કહેવાય તો પછી ત્યાં હેતુ બાધ દોષવાળો = બાધિત = બાધ-દોષદુષ્ટ શી રીતે બનશે ? કેમકે પક્ષ એ જો દોષ છે તો તે હેતુમાં શી રીતે જશે ? ઉત્તર ઃ આનો ઉત્તર આપતાં મુક્તાવલીકાર કહે છે કે ‘યેન કેન સમ્બન્ધન' તે તે દોષને હેતુમાં લઈ જવો અને હેતુને દોષવાળો દુષ્ટ બનાવવો. તે આ રીતે : વ્યભિચાર દોષ : સાધ્યાભાવવવૃત્તિ હેતુ એ વ્યભિચાર દોષ છે અને અહીં તાદાત્મ્યસંબંધથી હેતુ દોષવિશિષ્ટ દુષ્ટ બની જાય. જે દોષ તે જ દુષ્ટ. બાધ : સાધ્યાભાવવાન્ પક્ષ એ બાધ દોષ છે. હવે તેને હેતુમાં આ રીતે લઈ જવાય. દા.ત. કૂવો વદ્ઘિમાન્ ધૂમાન્ । અહીં વન્યભાવવાન્ હૃદ એ બાધ દોષ છે. ‘વચમાવવાન્ કૂવો ઘૂમા' એવું એક સમૂહાલંબન જ્ઞાન કર્યું. આમાં સ્વવિષયકજ્ઞાનવિષયત્વ-સંબંધથી વર્જ્યભાવવાનું હ્રદ દોષ હેતુ ધૂમમાં ચાલી જશે. સ્વ = વર્જ્યભાવવાન્ હૃદ = દોષ, તદ્વિષયક જે જ્ઞાન = વદ્યમાવવાન્ ઝૂડો ધૂમક્ષ એવું જ્ઞાન, એનો (એ જ્ઞાનનો) વિષય ધૂમ, એમાં સ્વવિષયકજ્ઞાનવિષયત્વ રહ્યું. એ સંબંધથી સ્વ = વર્જ્યભાવવાનું હૃદ દોષ હેતુ ધૂમમાં ચાલી જાય એટલે ધૂમ દોષવિશિષ્ટ દુષ્ટ બની ગયો. આ રીતે અન્યત્ર પણ યેન કેન સંબંધેન દોષવિશિષ્ટ હેતુ બનાવીને તેને દુષ્ટ કહેવો.
=
=
-
=
આમ આ મતે વ્યભિચારાદિ દોષ થયા અને તે દોષના લક્ષણો કર્યા અને યેન કેન સંબંધેન તે દોષવિશિષ્ટ હેતુ બનાવીને હેતુને દુષ્ટ કહ્યા.
मुक्तावली : परे तु यद्विषयकत्वेन ज्ञानस्यानुमितिविरोधित्वं तद्वत्त्वं हेत्वाभासत्वम् ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૪)