________________
मुक्तावली : पक्षतावच्छेदकसामानाधिकरण्येनानुमितिं प्रति तु सिद्धिमात्रं વિધિ ।
મુક્તાવલી : એક પર્વતના વહ્નિની અનુમિતિ કરવી હોય તે વખતે જો તે એક પર્વતના વહ્નિની સિદ્ધિ હોય કે સર્વ પર્વતોના વહ્નિની સિદ્ધિ હોય તો અનુમિતિ થતી નથી. માટે એક પર્વતના વહ્નિની અનુમિતિ પ્રત્યે તે એક પર્વતના વતિની સિદ્ધિને તથા સર્વ પર્વતોના વહ્નિની સિદ્ધિને એમ બે ય સિદ્ધિને પ્રતિબંધક કહેવી.
मुक्तावली : इदं तु बोध्यम्-यत्रायं पुरुषो न वेति संशयानन्तरं 'पुरुषत्वव्याप्यकरादिमानयमिति ज्ञानं तत्राऽसत्यामनुमित्सायां पुरुषस्य प्रत्यक्षं भवति न त्वनुमितिः ।
મુક્તાવલી : પ્રશ્ન ઃ દૂરથી અંધકારમાં પુરૂષને જોતાં સંદેહ પડ્યો : અયં પુરુષો ન વા ? આ સંશય બાદ પુરૂષત્વવ્યાપ્યકરાદિનું પ્રત્યક્ષ થયું. ‘પુરુષત્વવ્યાપ્યાતિમાનવમ્' એવું વિશેષ દર્શનરૂપ પરામર્શાત્મક પ્રત્યક્ષ થયું. ત્યાર પછી અહીં પુરૂષનું પ્રત્યક્ષાત્મક જ્ઞાન થાય છે. હવે અહીં પ્રશ્ન થાય છે કે આ સ્થાને પુરૂષનું પ્રત્યક્ષ જ કેમ થાય ? કેમકે જેમ પ્રત્યક્ષની સામગ્રી ચક્ષુઃસંયોગાદિ અહીં છે તેમ અનુમિતિની સામગ્રી પક્ષતાદિ પણ અહીં છે જ, કેમકે અહીં પુરૂષની સિદ્ધિ નથી માટે સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધચભાવરૂપ પક્ષતા છે, માટે પુરૂષની અનુમિતિ જ કેમ ન થાય ?
ઉત્તર ઃ આનો ઉત્તર આપતાં મુક્તાવલિકાર કહે છે કે ‘પુરુષો ન વા ?' સંદેહ બાદ : ‘પુરુષત્વવ્યાપ્ય વિમાનયમ્' એવું પરામર્શત્મક પ્રત્યક્ષ થયું અને પછી જો ત્યાં સિષાયિષા ન થાય (સિષાધયિષા થાય તો તો અનુમિતિ જરૂર થાય.) તો પરામર્શની ઉત્તરક્ષણે પુરૂષનું પ્રત્યક્ષ જ થાય છે, અનુમિતિ થતી નથી.
અહીં અનુમિતિની સામગ્રી પક્ષતાદિ હાજર છે છતાં પુરૂષની અનુમિતિ નથી થતી અને પુરૂષનું પ્રત્યક્ષ જ થાય છે માટે પ્રત્યક્ષાત્માાંનુìઘેન અહીં અનુમિતિનો પ્રતિબંધક કોઈક માનવો જ જોઈએ. અત્યાર સુધી તો સિદ્ધિને પ્રતિબંધક માનેલ, પણ અહીં તો પુરૂષની સિદ્ધિ છે જ નહિ એટલે એ પ્રતિબંધકનો તો અભાવ (પક્ષતા) છે, માટે પુરૂષની અનુમિતિ થવી જોઈએ, પરંતુ પુરૂષની અનુમિતિ થતી નથી એટલે સિદ્ધિથી અતિરિક્ત બીજા પ્રતિબંધકની કલ્પના કરવી જ રહી. એ પ્રતિબંધક છે;
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૬)