________________
પ્રત્યભિજ્ઞા છે તેથી પૂર્વવ્યક્તિ-નાશ અને ઉત્તર-વ્યક્તિની ઉત્પત્તિ અને તેની સાજાત્યેન પ્રત્યભિજ્ઞા, બધું ઉપપન્ન થઈ જાય છે, તેથી શબ્દને અનિત્ય માનવો જોઈએ.
ઇતિ મુક્તાવલી વિવરણ સમાપ્ત
ઇતિ શ્રી સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય શાસનપ્રભાવક પરમ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબે વિ.સં. ૨૦૨૧ની સાલમાં પાટણમાં પંડિતશ્રી દુર્ગાનાથ ઝા પાસે આ ગ્રન્થનો અભ્યાસ કર્યો હતો, તે દરમ્યાન પૂજ્યશ્રીએ અભ્યાસની સાથોસાથ લગભગ ૮૫૦ પેઈજનું જે વિવેચન કરેલ તે અભ્યાસુ વર્ગને ઉપયોગી થાય એવા શુભાશયથી ‘કમલ પ્રકાશન ટ્રસ્ટ' પુસ્તક રૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવે છે.
- ગુણવંત શાહ
ન્યાયસિદ્ધાન્ત ન્યાયાસિદ્ધાતમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮)