________________
ખડ્ગાદિનો પ્રહાર પોતે જ હિંસા છે અને હિંસાનું ફળ મૃત્યુ વગેરે છે, તેથી તેમના મતે જ્યારે જ્યેનયાગ કરવામાં આવે છે ત્યારે તેનાથી પેદા થયેલું અદૃષ્ટ તે શત્રુ ઉપર ખડ્ગ-પ્રહાર કરે છે અને તેથી શત્રુનું મૃત્યુ થાય છે.
આમ સ્પેનયાગનું ફળ તો ખડ્ગપ્રહાર રૂપ હિંસા જ છે પણ શત્રુનાશ નથી, તેથી શ્યનયાગ એ પાપજનક નથી પણ સ્પેનયાગથી ઉત્પન્ન થયેલી ખડ્ગપ્રહાર રૂપ હિંસા પાપજનક છે, કેમકે તે હિંસાથી શત્રુનો નાશ થાય છે. આમ સ્પેનયાગ પાપજનક ન હોવાથી તે બલવદનિષ્ટાનનુબંધિ છે, તેથી વિધ્યર્થપ્રયોગ બરાબર છે.
ક્ષેનયાગજન્ય જે ખડ્ગપ્રહાર રૂપ હિંસા છે તેનાથી શત્રુનાશ થતો હોવાથી તે હિંસાનું પ્રાયશ્ચિત્ત છે, પણ સ્પેનયાગનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.
શંકાકાર : જો શ્યુનયાગનું કોઈ પ્રાયશ્ચિત્ત જ ન હોય તો સજ્જનો કેમ શ્યુનયાગમાં પ્રવૃત્તિ કરતા નથી ?
સમાધાન : સજ્જનો વિચારે છે કે ભલે શ્યુનયાગનું સાક્ષાત્ ફળ ખડ્ગપ્રહાર હોય અને શત્રુમરણ ન હોય, છતાં પણ પરંપરાએ તેનું ફળ શત્રુનાશ તો છે જ. અને શત્રુનાશ એ પાપ હોવાથી હિંસા પાપજનક છે અને તે પાપજનક હિંસાનું જનક ક્ષેનયાગ છે માટે તેઓ ભાવિમાં થનારા શત્રુનાશ રૂપી પાપને નજરમાં લાવીને શ્યુનયાગમાં પ્રવૃત્તિ કરતા નથી.
આમ સ્પેનયાગથી હિંસાત્મક વ્યાપાર જ થતો હોવાથી અને હિંસાત્મક વ્યાપાર એ
બલવદનિષ્ટાનુબંધિ ન હોવાથી (શત્રુમરણ જ બલવદનિષ્ટાનુબંધી છે.) અહીં વિધ્યર્થનો અર્થ બલવદનિષ્ટાનનુબંધિત્વ ઉપપન્ન થઈ જાય છે.
मुक्तावली : आचार्यास्तु आप्ताभिप्रायो विध्यर्थः । 'पाकं कुर्या: ' इत्यादावाज्ञादिरूपेच्छावाचित्ववल्लिङ्गमात्रस्येच्छावाचित्वं लाघवात् । एवं च 'स्वर्गकामो यजेत' इत्यादौ यागः स्वर्गकामकृतिसाध्यतया आप्तेष्ट इत्यर्थः । ततश्चाप्तेष्टत्वेनेष्टसाधनत्वादिकमनुमाय प्रवर्तते । कलञ्जभक्षणे तदभावान्न
प्रवर्तते ।
મુક્તાવલી : ઉદયનાચાર્યનો મત : બલવદનિષ્ટાનનુબંધિત્વ નહીં પણ આપ્ત પુરૂષનો અભિપ્રાય (ઈચ્છા) તે જ વિધ્યર્થ છે. વિધિબોધક પ્રત્યય (લિંગ) ઈચ્છાવાચી હોવાથી લાધવાત્ તેનો અર્થ ઈચ્છાવાચિત્વ જ કરવો જોઈએ. અને તે વિધ્યર્થ ઉપરથી ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૭૪)