________________
જ આંજવાનું હોય છે, પણ અંજન આંજવાથી આંખ સારી થવાનું ફળ મળતું નથી તે રીતે આ આ સંધ્યાવંદનાદિ નિત્ય કાર્યોથી કોઈ ફળ મળતું નથી, માત્ર પ્રત્યવાયાભાવ (અનુત્પત્તિ) છે જ રહે છે. આમ તે ફળનો ઉપાય ન હોવાથી તેનામાં “આ મારા ઈષ્ટનું સાધન છે' તેવું છે આ જ્ઞાન જ શી રીતે થાય ? આમ તેનામાં ઈષ્ટસાધનતા-જ્ઞાન નથી છતાં તેનામાં પ્રવૃત્તિ જ થાય છે માટે વ્યતિરેક-વ્યભિચાર આવે છે. છે વળી ચન્દ્રમંડલોદિના આનયનાદિ પ્રવૃત્તિમાં કૃતિસાધ્યતાનું જ્ઞાન નથી પણ
ઈષ્ટસાધનતાનું જ્ઞાન છે, છતાં કૃતિસાધ્યતાનું જ્ઞાન ન હોવાથી ચન્દ્રમંડલનયનાદિ આ પ્રવૃત્તિ થતી નથી. તેથી કારણ હોવા છતાં કાર્ય ન થવાથી અન્વય-વ્યભિચાર આવ્યો. આ છે તેથી ઈષ્ટસાધનતાના જ્ઞાનને પ્રવૃત્તિ પ્રત્યે કારણ માની શકાય નહીં. જે અમે તો કહીએ છીએ કે સંધ્યાવંદનાદિ નિત્યકર્મમાં કૃતિસાધ્યતાનું જ્ઞાન હતું અને એક છે તેથી જ પ્રવૃત્તિ થાય છે અને ચન્દ્રમંડલાનયનાદિમાં કૃતિસાધ્યતાનું જ્ઞાન નથી માટે ત્યાં છે આ પ્રવૃત્તિ થતી નથી. આમ કૃતિસાધ્યતા-જ્ઞાનને પ્રવૃત્તિ પ્રત્યે કારણ માનવામાં અન્વય કે ન વ્યતિરેક-વ્યભિચારની આપત્તિ આવી શકતી નથી.
શંકાકાર ઃ ઈષ્ટસાધનતાનું જ્ઞાન જ પ્રવૃત્તિ પ્રત્યે કારણ છે પણ કૃત્યસાધ્યતાનું જ્ઞાન આ પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે. તેથી ચન્દ્રમંડલાનયનાદિ પ્રવૃત્તિ પ્રત્યે ઈષ્ટસાધનતા-જ્ઞાન હોવાથી છે છતાં ત્યાં કૃત્યસાધ્યતાનું જ્ઞાન પ્રતિબંધક બનતું હોવાથી પ્રવૃત્તિ ન થવા છતાં પણ આ જ અન્વય-વ્યભિચાર નથી. તેથી ઈષ્ટસાધનતાના જ્ઞાનને કારણે માનવું જોઈએ. આ પ્રભાકર : ના, કૃત્યસાધ્યતા-જ્ઞાનને પ્રતિબંધક મનાય નહીં, કેમકે જો તમે તેને આ આ પ્રતિબંધક માનશો તો પ્રતિબંધકાભાવ કારણ બનશે, અર્થાત્ કૃત્યસાધ્યતા-જ્ઞાનનો
અભાવ કારણ બનશે. પણ કૃત્યસાધ્યતા-જ્ઞાનાભાવને કારણે માનવા કરતાં કૃતિસાધ્યતાજ્ઞાનને જ કારણ માનવામાં લાઘવ છે. તેથી કૃતિસાધ્યતા-જ્ઞાનને જ કારણ માનવું જ જોઈએ. એ શંકાકાર : તો પછી બંનેને કારણે માનો ને ? જેમ કૃતિસાધ્યતાનું જ્ઞાન કારણ છે છે તેમ કૃત્યસાધ્યતાના અભાવનું જ્ઞાન પણ કારણ છે.
પ્રભાકર : જયાં એકને જ કારણ તરીકે માનવાથી કાર્ય પૂર્ણ થતું હોય ત્યાં બંનેને છે કારણ માનીને ગૌરવ કરવાનું શું પ્રયોજન છે?
मुक्तावली : ननु त्वन्मतेऽपि मधुविषसंपृक्तान्नभोजने चैत्यवन्दने च * प्रवृत्त्यापत्तिः, कार्यताज्ञानस्य सत्त्वादिति चेत् ? न, स्वविशेषणवत्ताप्रति
જ ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૨ (૩૫) રાજ કાલ ના છે