________________
અને જ્યાં તાદાત્મ્યન જયત્વાવચ્છિન્ન જયત્વ હેતુ રહ્યો છે ત્યાં બધે જ ભાવત્વ રહ્યું નથી. ધ્વંસમાં જન્યત્વાવચ્છિન્ન જન્ય છે પણ ભાવત્વ નથી, તેથી હેતુનો અવ્યાપક ધર્મ ભાવત્વ છે. તેથી ભાવત્વમાં ઉપાધિનું લક્ષણ ઘટી જાય છે. પ્રાગભાવ વિનાશી હોવા છતાં તે જન્યત્વાવચ્છિન્ન વિનાશી નથી, તેથી પ્રાગભાવમાં વિનાશિત્વ હોઈને ભાવત્વ ન હોય તો પણ આપત્તિ નથી, કેમકે તેમાં જન્યત્વાવચ્છિન્ન વિનાશિત્વ છે જ નહિ.
આમ ‘યુદ્ધમાંવચ્છિન્નમાધ્યવ્યાપ, તદ્ધાંવચ્છિન્નસાધનાવ્યાપ રૂપ પરિષ્કાર કરવાથી હવે ક્યાંય અવ્યાપ્તિ આવતી નથી.
मुक्तावली : सद्धेतौ तु एतादृशो धर्मो नास्ति यदवच्छिन्नस्य साध्यस्य व्यापकं तदवच्छिन्नस्य साधनस्य चाव्यापकं किञ्चित् स्यात् । व्यभिचारिणि तु उपाध्यधिकरणं यत्साध्याधिकरणं यच्चोपाधिशून्यं साध्यव्यभिचारनिरूपकमधिकरणं तदन्यतरत्वावच्छिन्नस्य साध्यस्य व्यापकत्वं साधनस्य चाव्यापकत्वमुपाधेरन्तत: सम्भवतीति ।
મુક્તાવલી : યદવચ્છિન્ન સાધ્યનું વ્યાપક હોય અને તદવચ્છિન્ન સાધનનું અવ્યાપક હોય તેવો કોઈ ધર્મ સદ્વેતુમાં રહેતો નથી. તેથી સદ્વેતુમાં ઉપાધિ માનવી પડતી નથી. પર્વતો વહ્વિમાન્ ધૂમાત્ સસ્થળ હોવાથી અહીં ધૂમ સદ્વેતુ છે. સાધ્ય વહ્નિને વ્યાપક ધર્મ તરીકે (ઉપાધિ) તૈજસ્વ લઈએ, કેમકે જ્યાં જ્યાં વહ્નિ છે ત્યાં દરેક સ્થાને તૈજસ્વ પણ છે જ. પણ તે ધૂમ રૂપ હેતુનો પણ વ્યાપક છે કિન્તુ અવ્યાપક નથી, તેથી તેમાં ઉપાધિનું લક્ષણ જશે નહિ, કેમકે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ પણ હોય જ, અને જ્યાં જ્યાં વહ્નિ હોય ત્યાં ત્યાં તૈજસ્વ પણ હોય જ.
આમ તૈજસ્વ જેમ સાધ્યને વ્યાપક છે તેમ ધૂમ હેતુનું પણ વ્યાપક છે, પરંતુ અવ્યાપક નથી. તેથી ઉપાધિનું લક્ષણ તેમાં જતું નથી. તેથી સસ્થળમાં ઉપાધિ-ધર્મ રહેતો નથી.
શંકાકાર : તમે ઉપાધિના લક્ષણમાં ક્યાંક પક્ષથાંવચ્છિન્ન-માધ્યવ્યાપવત્વમ્ અને પક્ષથમાં વચ્છિન્નસાધનાવ્યાપત્વમ્ લીધું, જયારે ક્યાંક હેતુધર્માંવચ્છિન્નમાધ્યવ્યાપવત્વમ્ અને હેતુધર્માવત્રિસાધનાવ્યાપવમ્ લીધું. આ તો અનનુગત થયું. શું કોઈ અનુગત ધર્મ લઈને ઉપાધિનું લક્ષણ ન બાંધી શકાય ?
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૩૨૨)