________________
પટ જ્યારે વણવાના મશીન ઉપર છે ત્યારે તેમાં નવા તંતુઓ ઉમેરતાં તે વેમા(મશીન)નો જુના તંતુઓ ઉપર ધક્કો લાગશે. તેથી જુના તંતુઓનો સંયોગ ઢીલો થશે અને આગળ ધકેલાતા નષ્ટ થઈ જશે. પણ તંતુસંયોગ તો પટનું અસમવાયિકારણ છે. અને અસમવાયિકારણનો નાશ થતાં જ કાર્યનો પણ નાશ થઈ જાય તેવો નિયમ છે. તેથી તંતુસંયોગનાશ થતાં જ જુના પટનો પણ નાશ થઈ જ જશે અને પછી વેમા દ્વારા નવા તંતુઓ સાથે સંયોગ થતાં નવા પટની ઉત્પત્તિ થશે. આમ પટ નાશ પામવાથી જ પટનું પૂર્વપરિમાણ નાશ પામ્યું છે અને નવા પટની ઉત્પત્તિ થવાથી જ નવું મોટું પરિમાણ ઉત્પન્ન થયું છે તેમ માનવું જોઈએ.
શંકાકાર : આવી નાંખી દેવા જેવી વાત કરવાથી કાંઈ અમે નાના બાળક નથી કે તમારી વાત માની લઈએ. શું નવા તંતુઓ ઉમેરવા માત્રથી મશીન જુના તંતુસંયોગનો નાશ કરી દેતો હશે ? નાના છોકરાઓને મનાવવા જેવી આ વાત અમને બિલકુલ માન્ય નથી.
નૈયાયિક : સારું, તો પછી અમારું તમને કહેવું એ છે કે નવા ઉમેરેલા ત્રણ-ચાર તંતુઓ તે પટના જ અવયવો છે કે અન્ય છે ?
(૧) જો નવા ઉમેરાતા તંતુઓ તે પટના જ અવયવો છે તેમ કહો તો તે ત્રણચાર તત્ત્વન્તરના સંયોગ પૂર્વે તે પટને પટ જ નહીં કહી શકાય, કેમકે પટના યાવત્ અવયવ તંતુઓના સંયોગ પૂર્વે પટોત્પત્તિ થાય જ નહીં. આમ તત્ત્વન્તરના સંયોગ પૂર્વે પટ જ ઉત્પન્ન થયો ન હોવાથી પરિમાણાધિક્ય થવાની વાત જ શી રીતે ઘટે ?
(૨) અને આ આપત્તિ દૂર કરવા કહો કે પટ તો સંપૂર્ણ ઉત્પન્ન થઈ જ ગયો છે અને ત્યાર પછી તેના અવયવો ન હોય તેવા અન્ય તત્ત્વન્તરનું જોડાણ કરવામાં આવે છે, તો તેથી પણ તે પટના પરિમાણનું આધિક્ય સંભવતું નથી, કેમકે નવા તંતુઓના જોડાણથી તો એક નવો જ સંયુક્ત પટ તૈયાર થયો છે, પણ પૂર્વનો પટ તો નાશ પામી ગયો છે.
આમ ત્યાં નવા તંતુઓનું જોડાણ થતાં પૂર્વપટ નાશ પામી ગયો હોવાથી પૂર્વપરિમાણ નાશ પામીને નવું પરિમાણ ઉત્પન્ન થયું હોય તો તેમાં અમને કોઈ જ આપત્તિ નથી.
નવા તંતુઓનો સંયોગ થવા છતાં પણ ‘આ તે જ પટ છે’ તેવી જે પ્રત્યભિજ્ઞા થાય છે તે તો સાજાત્યના કારણે ઉત્પન્ન થયેલી હોવાથી ભ્રાન્ત છે. જેમ રાત્રે દીપક સળગાવીને સૂઈ જનારને બે કલાક પછી ઊઠતા પણ તે દીપકની જ્વાળા એ પ્રમાણે જ સળગતી દેખાતાં ‘આ તે જ વાળા છે’ ‘મેય ટ્રીપતિા' એવી ભ્રાન્તિ થાય જ છે, પણ હકીકતમાં તો તે બે કલાક દરમ્યાન દીપકની અનેક જવાળાઓ બદલાઈ ગઈ છે,
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૬૧)