________________
જ જન્ય વિભાગ કારણકારણ વિભાગજન્ય વિભાગ કહેવાય, કેમકે તે કારણવિભાગથી છે જન્ય વિભાગ છે.
(૨) કાર્યાકાર્ય વિભાગ ઃ અંગુલી એ શરીરનો અવયવ હોવાથી કારણ છે, શરીર કાર્ય છે. દિવાલ ઉપરથી અંગુલી દૂર કરતાં જેમ અંગુલીનો દિવાલથી વિભાગ થયો છે તેમ શરીરનો પણ દિવાલથી વિભાગ થયો જ. અહીં શરીરનો આકાશથી પણ વિભાગ પર જ થયો. પણ તે તો કારણકારણ વિભાગ કહેવાય, કેમકે આંગળી શરીરનું કારણ છે. તેનો આ દિવાલ સાથે વિભાગ થવાથી શરીરનો આકાશ સાથેનો અકારણવિભાગ ઉત્પન્ન થયો છે
છે પણ શરીરની દિવાલ સાથે જે વિભાગ થયો છે તે કારણકારણ વિભાગ નથી પણ છે. કાર્યાકાર્ય વિભાગ છે, કેમકે આંગળીનું કાર્ય શરીર છે અને આંગળીનું અકાર્ય દિવાલ પર જ છે. આમ આંગળીના કાર્યનો અને આંગળીના અકાર્યનો વિભાગ થયો હોવાથી તે જ આ કાર્યાકાર્ય વિભાગ કહેવાય.
પ્રસ્તુતમાં કારણથી ઉત્પન્ન થયેલા કારખાકારણ વિભાગરૂપ વિભાગજન્ય આ વિભાગનું પ્રયોજન છે. . હવે જો વિભાગજન્ય વિભાગ માનીએ તો તે તો કોઈની અપેક્ષા રાખીને જ ઉત્પન્ન કરે ન થાય છે, અર્થાત વિભાગ પોતે બીજાની સહાય લઈને જ વિભાગજન્ય વિભાગને ઉત્પન્ન જ કરે છે, તેથી બીજી ક્ષણે જે વિભાગ ઉત્પન્ન થયેલો છે તે વિભાગ ત્રીજી ક્ષણે થયેલા
પૂર્વસંયોગનાશની સહાય લઈને જ ચોથી ક્ષણે નવા વિભાગને (વિભાગજન્ય વિભાગ) ઉત્પન્ન કરી શકે. આમ વિભાગ તૃતીયક્ષણીય પૂર્વદેશસંયોગનાશ રૂ૫ સહકારી સાથે છે. આ નવા વિભાગને ઉત્પન્ન કરે છે.
નૈયાયિકઃ બીજી ક્ષણમાં રહેલો વિભાગ કોઈની સહાય વિના જ ત્રીજી ક્ષણમાં નવા આ વિભાગને શા માટે ઉત્પન્ન ન કરે? આ વૈશેષિક : “સંયોગવિમા યોનિપેક્ષ પU એવો નિયમ છે. આ નિયમનો જ આ અર્થ એ છે કે સંયોગ અને વિભાગનું નિરપેક્ષ જે કારણ હોય તે કર્મ કહેવાય. હવે જો
દ્વિતીયક્ષણવૃત્તિવિભાગ તૃતીયક્ષણીય પૂર્વસંયોગનાશની અપેક્ષા વિના જ ત્રીજી ક્ષણે તે વિભાગને ઉત્પન્ન કરે છે તેમ માનો તો તેમાં કર્મનું લક્ષણ ચાલ્યું જતાં દ્વિતીયક્ષણીય આ વિભાગને કર્મ માનવાની આપત્તિ આવશે અને તૃતીય ક્ષણમાં ઉત્પન્ન થતાં વિભાગને આ વિભાગજન્ય વિભાગ ન કહેતા કર્મજન્ય વિભાગ માનવો પડશે. આ આપત્તિઓને દૂર
વ્યાચસિદ્ધાસુકતાવલી ભાર ૭ (૩૦)