________________
થાય છે. હકીકતમાં તો બંને જુદા જ છે. જેમ ગુજરાતની સ્ત્રીના પહેરવેશ, રહેણીકરણી, બોલી વગેરે ઉપરથી નક્કી થયું કે આ ગુર્જરી સ્ત્રી છે. હવે ત્યારપછી ક્યારેક ગુજરાતની અન્ય સ્ત્રીને જોઈ. તેની રહેણીકરણી વગેરેમાં પૂર્વોક્ત સ્ત્રી સાથેના સાદૃશ્યને જોઈને ‘આ તે જ ગુર્જરી છે' તેવી બુદ્ધિ થાય જ છે. આમ સાદશ્ય, સમાન જાતીયતા વગેરેને કારણે પ્રત્યભિજ્ઞા થતી હોવાથી નીલરૂપને એક માનવાની જરૂર જ નથી. હકીકતમાં તો નીલરૂપ અનેક છે પણ સાદશ્યાદિના કારણે જ ‘આ તે જ નીલ છે' તેવું જ્ઞાન થાય છે.
વળી જો માત્ર ‘લાઘવ'ના કારણે જ નીલને એક માનવા ઈચ્છો છો તે તો કોઈપણ રીતે યોગ્ય નથી, કારણ કે જ્યારે પ્રત્યક્ષબાધ આવતો હોય ત્યારે તેના નિવારણ માટે કરવું પડતું ગૌરવ એ હકીકતમાં ગૌરવ નહીં પણ લાઘવ જ છે. પ્રત્યક્ષથી જ નીલરૂપો અનેક દેખાય છે અને એક નીલરૂપનો નાશ થતાં સર્વ નીલરૂપોનો નાશ નથી થતો તે પણ પ્રત્યક્ષસિદ્ધ છે, માટે તેવી પ્રત્યક્ષસિદ્ધ ‘નીલરૂપ અનેક છે’ એવી વાતનો અપલાપ કરીને લાઘવાત્ ‘નીલરૂપ એક છે' તેવું મનાય નહીં.
અને છતાં તમને બધે લાઘવ જ ઈષ્ટ જણાતું હોય અને તેથી તમારે નીલરૂપને એક જ માનવું હોય તો પછી લાઘવાત્ તમારે ઘટ-પદાર્થ પણ જગતમાં એક જ માનવો જોઈએ. અનેક ઘટ પદાર્થો માનવાની શી જરૂર છે ?
શંકાકાર : પણ એક ઘટ માનવામાં તો આપત્તિ છે. પ્રત્યક્ષથી જ અનેક ઘટો આપણને દેખાઈ રહ્યા છે. અને એક ઘટનો નાશ થશે ત્યારે બીજા ઘટો શી રીતે રહી શકશે ?
નૈયાયિક : અહીં પણ તમે ઘટનાશના સ્થાને સમવાયના નાશની અને ઉત્પત્તિની કલ્પના કરો ને ? સમવાયનો નાશ થાય છે તેથી આપણને ઘટ નાશ થયો' તેવી પ્રતીતિ થાય છે અને સમવાયની ઉત્પત્તિ થાય છે ત્યારે ઘટની ઉત્પત્તિ થઈ હોય તેવી પ્રતીતિ થાય છે તેમ માનો ને ?
પણ તેમાં પ્રત્યક્ષબાધ હોવાથી ઘટ એક માનવામાં લાઘવ હોવા છતાં જેમ અનેક ઘટ-પદાર્થો મનાય છે તેમ અહીં પણ પ્રત્યક્ષબાધ હોવાથી એક નીલરૂપ માનવાના બદલે અનેક નીલરૂપ માનવા જ જોઈએ.
આમ અનેક નીલરૂપ સિદ્ધ થવાથી તેમાં નીલત્વ જાતિ રહે છે તેમ સિદ્ધ થાય છે. ‘વ્યક્ત્તિવૃત્તિસ્તુ ન જ્ઞાતિઃ' નિયમથી નીલાદિમાં જાતિ ન મનાય તેવી તમારી વાત
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૧૪)