________________
વિશેષગુણોમાં નિમિત્તકારણત્વ રહ્યું છે.
કોનું નિમિત્તકારણ ?
અસમવાયિકારણત્વ અને નિમિત્તકારણત્વ : ઉષ્ણ સ્પર્શ, ગુરૂત્વ, વેગ, દ્રવત્વ, સંયોગ અને વિભાગ; આ છ ગુણોમાં અસમવાયિ અને નિમિત્ત એમ બંને પ્રકારનું કારણત્વ રહ્યું છે. તેઓ જેમ અસમવાયિકારણ બને છે તેમ નિમિત્તકારણ પણ બની શકે છે, તેથી તેમનામાં બંને પ્રકારની કારણતારૂપ સાધર્મ છે. કોનું અસમવાયિકારણ ? કાર્યના ઉષ્ણ સ્પર્શનું કાર્યના ગુરૂત્વ અને પતનનું કાર્યના વેગ અને સ્પન્દનનું કાર્યના દ્રવત્વ અને સ્પન્દનનું ભેરી-આકાશ-સંયોગનું વંશદલાકાશ-વિભાગનું
પાકજ રૂપાદિનું અભિઘાત-સંયોગનું અભિઘાત-સંયોગનું
સંગ્રહનું
શબ્દનું
શબ્દનું
(અહીં ક્યાંક મે[ાશસંયોગો અને વંશવાòાશવિમાનો એમ પ્રથમાન્ત પ્રયોગ મળે છે. તો એ વખતે શબ્દ પ્રત્યે ભેરીદંડ-સંયોગ નિમિત્તકા૨ણ છે અને ભેરીઆકાશસંયોગ અસમવાયિકારણ છે. તથા શબ્દ પ્રત્યે વંશદલહ્રયવિભાગ એ નિમિત્તકારણ છે અને વંશદલ-આકાશવિભાગ સમવાયિકારણ છે એવો અર્થ કરવો.)
ગુણ
ઉષ્ણ સ્પર્શ
ગુરૂત્વ
વેગ
ત્વ
ભેરીદંડ-સંયોગ
વંશદલદ્વયનો વિભાગ
પ્રાદેશિક ગુણો : અમુક પ્રદેશમાં જ રહે, અર્થાત્ આશ્રયના અમુક ભાગમાં જ વ્યાપીને જે ગુણો ૨હે તે પ્રાદેશિક કે અવ્યાપ્યવૃત્તિ ગુણો કહેવાય. વિભુગુણો બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ભાવના, ધર્મ, અધર્મ અને શબ્દ તથા સંયોગ અને વિભાગ અવ્યાપ્યવૃત્તિ ગુણો છે. આત્માના બુદ્ધિ વગેરે ગુણો શરીરાવચ્છેદેન રહેતા હોવાથી અવ્યાપ્યવૃત્તિ છે. શબ્દ પણ આકાશમાં કર્ણશષ્કલી અવચ્છેદેન રહેતો હોવાથી અવ્યાપ્યવૃત્તિ છે તથા સંયોગ અને વિભાગ પણ એક જ દ્રવ્યમાં અમુક ભાગમાં જ રહેતા હોવાથી અવ્યાપ્યવૃત્તિ છે. તે સિવાયના ગુણો વ્યાપ્યવૃત્તિ છે.
sa
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૧૦)