________________
*•E•E•E•E•E•*••*••*
નૈયાયિક : ઈન્દ્રિય-પ્રત્યક્ષ તરત થવામાં કે મોડા થવામાં જો તમે અદૃષ્ટને જ કારણ માનવા માંગતા હો તો પછી ચક્ષુ વગેરે ઈન્દ્રિયોને કારણ માનવાની જરૂર જ શી છે ? જ્યારે રાસનપ્રત્યક્ષ કરાવનારું અદૃષ્ટ હાજર હશે ત્યારે રાસનપ્રત્યક્ષ થશે અને ઘ્રાણજપ્રત્યક્ષ કરાવનારું અદૃષ્ટ હાજર હશે ત્યારે ઘ્રાણજપ્રત્યક્ષ થશે. આમ અદૃષ્ટને કારણ માનવાથી ઇન્દ્રિયો વગેરેને કારણ ન માનવાની આપત્તિ આવશે. પણ ઇન્દ્રિયો વગેરેને તો કારણ તરીકે સ્વીકારેલી જ છે. તેથી માનવું જ પડે કે અદૃષ્ટ પોતે તે તે પ્રત્યક્ષ પ્રત્યે કારણ નથી પણ ઈન્દ્રિય-વિષયસંયોગ, ઈન્દ્રિય-મનઃસંયોગ અને આત્મમનઃસંયોગ જ કારણ છે. વિષય સાથે વધારે ઈન્દ્રિયોનો સંયોગ હોય છતાં એક જ ઈન્દ્રિયથી એક સમયે પ્રત્યક્ષ થાય છે તેથી માનવું જ જોઈએ કે ત્યાં બધી ઈન્દ્રિયો સાથે મનઃસંયોગ હાજર નથી. અને જો મન વિભુ હોય તો તેનો બધી ઈન્દ્રિયો સાથે સંયોગ પણ હોય જ, પણ સંયોગ નથી માટે માનવું જ પડે કે મન વિભુ નથી.
શંકાકાર : ચાલો ત્યારે, તમારી ‘મન વિભુ નથી’ તેવી વાત સ્વીકારી લઈએ, પણ તેથી કાંઈ ‘મન અણુ છે' તેમ શી રીતે સિદ્ધ થાય ? મન મધ્યમ પરિમાણવાળું કેમ ન મનાય ?
નૈયાયિક : મનને અણુ જ મનાય પણ મધ્યમ પરિમાણવાળું ન જ મનાય. જો તેને અણુ ન માનો તો સાંશ (અંશ સહિત) માનવું જ પડે, કેમકે માત્ર અણુના જ અંશો હોતા નથી. હવે જ્યારે મનનો રસનેન્દ્રિય સાથે એક અંશથી સંયોગ હોય ત્યારે બીજા અંશથી તેનો સ્પર્શનેન્દ્રિય સાથે પણ સંયોગ કેમ ન થાય ? કારણ કે સ્પર્શેન્દ્રિય તો શરીર-વ્યાપી છે, અને તમે તો મનને અણુ-પરિમાણવાળું ન માનતા હોવાથી સાંશ માનો છો. હવે સાંશ માનવાથી જો એક અંશથી રસનેન્દ્રિય સાથે સંયોગ છે અને બીજા અંશથી અન્ય ઈન્દ્રિય સાથે સંયોગ છે તેમ કહેશો તો ઈન્દ્રિય-વિષયસંયોગ, ઈન્દ્રિય-મનઃસંયોગ અને આત્મમનઃસંયોગ ત્રણેય કારણ હાજર થઈ જતાં એકીસાથે એકથી વધારે પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે. પણ હકીકતમાં તો એક સમયે એક જ પ્રત્યક્ષ થાય છે, માટે મનને સાંશ મનાય નહીં. તેને એક જ અંશાત્મક અણુ માનવાથી જ્યારે તેનો એક ઈન્દ્રિય સાથે સંયોગ હોય ત્યારે બીજો અંશ જ ન હોવાથી શી રીતે તેનો બીજી ઈન્દ્રિય સાથે સંયોગ થાય ? પરિણામે એક જ ઈન્દ્રિય સાથે મનનો સંયોગ થવાથી એક સમયે એક જ ઈન્દ્રિયપ્રત્યક્ષ થાય છે.
मुक्तावली : न च दीर्घशष्कुलीभक्षणादौ नानावधानभाजां च कथमेकदा
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૯૪)