________________
જ કારણ માનવામાં કોઈ વ્યભિચાર આવતો નથી માટે વિશેષધર્મ દંડત્વેન જ દંડને કારણ - મનાય છે, પણ દ્રવ્યત્વેને દંડને કારણ માનવામાં વ્યભિચાર ન આવતો હોવા છતાં છે. ગૌરવ હોવાથી દ્રવ્યત્વેને દંડને કારણ મનાતું નથી, તેથી અહીં સામાન્યધર્મ દ્રવ્યત્વેન છે દંડને કારણ માનવાને બદલે વિશેષ ધર્મ દંડત્વેને દંડને કારણ મનાય છે.
તેથી નક્કી થાય છે કે જો વ્યભિચારનું જ્ઞાન ન હોય તો વિશેષધર્મવેન જ કારણ મ મનાય, પણ સામાન્યધર્મત્વેન કારણ મનાય નહીં. છે આમ પ્રસ્તુતમાં પણ અનુભવત્વેન કારણ માનવામાં વ્યભિચારનું જ્ઞાન થતું ન છે હોવાથી જ્ઞાનત્વ રૂપ સામાન્યધર્મવેન કારણ મનાય નહીં. - मुक्तावली : न चान्तरालिकस्मरणानां संस्कारनाशकत्वसंशयाद् व्यभिचार* संशय इति वाच्यम्, अनन्तसंस्कारतन्नाशकल्पनापेक्षया चरमस्मरणस्यैव लाघवात् संस्कारनाशकत्वकल्पनेन व्यभिचारसंशयाभावात् ।
- રૂતિ સ્મૃતિપ્રક્રિયા છે
મુક્તાવલી : શંકાકાર : તમે સ્મરણને સંસ્કારનાશક ન માન્યું અને અમે સ્મરણને આ સંસ્કારનાશક માન્યું, તેથી કોઈને એમ થાય કે કદાચ મરણથી સંસ્કાર નાશ પામતાં જ હશે તો ? અને તેથી અનુભવજન્ય સંસ્કાર પ્રથમ સ્મરણથી જ નાશ પામી ગયા પણ ન જ હોય અને તેથી તે સંસ્કારના અભાવે આ બીજું, ત્રીજું વગેરે સ્મરણ શી રીતે થયું ?
આ તો વ્યભિચાર આવ્યો. આ રીતે બે મતાંતર સાંભળતાં જેને વ્યભિચારનો સંશય થયો હતો તેને તો હવે વિશેષધર્મવેન અર્થાત્ અનુભવત્વેન કારણ ન જ મનાય ને ? તેને તો જ તમારા નિયમ પ્રમાણે જ્ઞાનવેન કારણ માનવું પડશે ને ?
નવ્યોઃ બંને મતાંતર જાણનારને પણ વ્યભિચારની શંકા નહીં થાય, કારણ કે તે છે “સ્મરણથી સંસ્કારનો નાશ થાય છે' તેવો મત જ સ્વીકારશે નહીં, કેમકે તે મત છે
સ્વીકારવામાં નવા નવા અનંતા સંસ્કારો ઉત્પન્ન થવાની, જુના સંસ્કારોનો નાશ થવાની છે અને નવા અનંતા સ્મરણોને જુના સંસ્કારોના નાશક માનવાની કલ્પના કરવાનું ગૌરવ
છે. તેની અપેક્ષાએ તો છેલ્લા મરણને જ સંસ્કારનાશક માનવામાં લાઘવ છે અને તેમ જ માનવામાં વ્યભિચારનો સંશય પણ પેદા થતો ન હોવાથી અનુભવત્વેન જ અનુભવ સ્મરણનું કારણ છે તેમ સિદ્ધ થાય છે.
$૦
0 0 0 0 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮) જિન