________________
દંડથી ઘટકાર્ય ઉત્પન્ન થાય છે. દંડથી ભ્રમી ઉત્પન્ન થાય છે. ભ્રમી દ્વારા ઘટકાર્ય ઉત્પન્ન થાય છે.
જેમ ભ્રમીમાં દંડથી જન્યત્વ અને દંડજન્ય ઘટનું જનકત્વ છે માટે ભ્રમી વ્યાપાર થયો તેવી રીતે વ્યાપ્તિજ્ઞાન દ્વારા અનુમિતિ ઉત્પન્ન થાય
છે.
ज्जन्यत्वं
વ્યાપ્તિજ્ઞાન દ્વારા પરામર્શ ઉત્પન્ન થાય છે. પરામર્શ અનુમિતિને ઉત્પન્ન કરે છે માટે પરામર્શ કારણ એ વ્યાપાર છે.
-
ચાકનું ભ્રમણ
। વ્યાપાર
- तज्जन्य
जनकत्वं
ઘટ
કાર્ય
मुक्तावली : तथाहि येन पुरुषेण महानसादौ धूमे वह्नेर्व्याप्तिर्गृहीता, पश्चात् स एव पुरुषः क्वचित्पर्वतादावविच्छिन्नमूलां धूमरेखां पश्यति तदनन्तरं 'धूमो वह्निव्याप्य' इत्येवंरूपं व्याप्तिस्मरणं तस्य भवति, पश्चाच्च वह्निव्याप्यधूमवानयमिति ज्ञानं भवति, स एव परामर्श इत्युच्यते । तदनन्तरं पर्वतो वह्निमान् इत्यनुमितिर्जायते ॥
મુક્તાવલી : વ્યાપ્તિજ્ઞાન અને પરામર્શ અનુમિતિ પ્રત્યે અનુક્રમે કરણ અને વ્યાપારસ્વરૂપ કેમ બને છે ? તે વાત જણાવતાં મુક્તાવલીકાર કહે છે કે એક પુરૂષને મહાનસમાં રહેલા ધૂમ-વહ્નિ ઉભયનું પ્રત્યક્ષ થયું અને તેથી તેણે તે ધૂમમાં તે વહ્નિની વ્યાપ્તિનું પ્રત્યક્ષ-જ્ઞાન કર્યું. જ્ઞાન તો ક્ષણિક (બે ક્ષણ રહેનારું) છે એટલે ત્રીજી ક્ષણે નષ્ટ થયું પણ તેના સંસ્કાર તો તે પુરૂષના આત્મામાં છે જ. એ વ્યાપ્તિના સંસ્કારવાળો પુરૂષ ક્યારેક પર્વતમાં અવિચ્છિન્નમૂલ એવા ધૂમને જુએ છે અને તરત જ વ્યાપ્તિના સંસ્કારોનું આ ધૂમ ઉદ્બોધન કરે છે, એટલે તેને વ્યાપ્તિનું સ્મરણ થાય છે કે ઘૂમો વહ્નિવ્યાપ્ય:। ત્યારપછી તેને એવું જ્ઞાન થાય છે કે વહિવ્યાપ્યધૂમવાનાં પર્વતઃ । આ જ્ઞાન તે જ પરામર્શ છે કે જે વ્યાપ્તિના સ્મરણાત્મક જ્ઞાનથી ઉત્પન્ન થયો. આ પરામર્શ બાદ તે અનુમતિ કરે છે કે તસ્માત્ પર્વતો વહ્વિાન્ । આમ વ્યાપ્તિજ્ઞાન એ પરામર્શ દ્વારા અનુમિતિનો જનક બને છે એ વાત સ્થિર થઈ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (<)