________________
પ્રાચીનો : પક્ષમાં સાધ્યનું સંદેહાત્મક જ્ઞાન હોય તો અનુમિતિ થાય છે તેમ જો પક્ષમાં સાધ્યનું નિશ્ચયાત્મક (સિદ્ધäાત્મક) જ્ઞાન હોય તો પણ ત્યાં સિષાયિષા હોવા ઉપર અનુમિતિ થાય છે. એટલે પક્ષમાં સાધ્યના સંસર્ગ(સંબંધ)નું સંશયાત્મક કે નિશ્ચયાત્મક જ્ઞાન તે જ પક્ષતા છે જે અનુમિતિનું કારણ છે. દા.ત. હૃદમાં જો વહ્નિનો સંશય હોય તો હૃદમાં વહ્નિની અનુમિતિ થાય. એ જ રીતે હૃદમાં વહ્રિની સિદ્ધિ (ભ્રાન્ત)નો નિશ્ચય હોય પણ તે વખતે વહ્નિની સિષાયિષા હોય તો પણ હૃદમાં વહ્નિની અનુમતિ થાય. એટલે પક્ષમાં સંશયાત્મક કે નિશ્ચયાત્મક સાધ્યસંસર્ગનું જે જ્ઞાન તે જ પક્ષતા છે એમ કહેવું જોઈએ.
હવે જો અહીં વક્ષ્યમાવવાન્ તૂટ્ઃ અથવા વક્ષ્યમાવવ્યાયનનવાન્ ઃ એવું બાધનું કે સત્પ્રતિપક્ષનું જ્ઞાન ઊભું થઈ જાય તો પછી હૃદમાં સાધ્ય વહિનો સંદેહ ન થઈ શકે (હૃદમાં વન્યભાવવાનો નિશ્ચય થયા પછી હૃદમાં વહ્નિ છે કે નહિ ? એવો સંદેહ થઈ શકે જ નહિ.) કે હૃદમાં વહ્નિનો નિશ્ચય પણ થઈ શકે નહિ. આમ ‘વત્સ્યમાવવાન્ દૂર:'નો કે ‘વક્ષ્યમાવવ્યાપ્યનનવાન્ ધ્રૂવ'નો નિશ્ચય ઉક્ત પક્ષતાનો જ પ્રતિબંધક બને છે એમ કહેવું જોઈએ. આ રીતે બાધ અને સત્પ્રતિપક્ષને પક્ષે સંશયનિશ્ચયસાધારણ સાધ્યસંસર્ગજ્ઞાનરૂપ પક્ષતાના પ્રતિબંધક માનવા જોઈએ, અનુમિતિના નહિ. આમ પક્ષતાના પ્રતિબંધક તરીકે બાધ-સત્પ્રતિપક્ષને હેત્વાભાસ માનવા જોઈએ.
=
નવ્યો : નહિ, બાધ-સત્પ્રતિપક્ષ એ અનુમિતિના વિરોધી તરીકે જ હેત્વાભાસ માનવા યોગ્ય છે. પક્ષમાં સાધ્યસંસર્ગના સંશય-નિશ્ચયસાધારણ જ્ઞાનને જો પક્ષતા માનશો તો અપ્રસિદ્ધસાધ્યક-અનુમિતિ નહિ થવાની આપત્તિ આવશે. તે આ રીતે : પૃથ્વી કૃતામેવવતી ચૈવત્ત્તાત્ । અહીં સાધ્ય - ઇતરભેદ એ પક્ષેતરમાં તો ક્યાંય પ્રસિદ્ધ જ નથી, કેમકે ઇતરભેદ જલાદિભેદ એ પક્ષ પૃથ્વીથી અન્ય જલાદિમાં તો મળે જ નહિ. વળી જે પક્ષ પૃથ્વી છે તેમાં પણ ઇતરભેદના સંસર્ગનું જ્ઞાન અનુમિતિ થયા પૂર્વે થયું નથી, કેમકે અનુમિતિથી જ પૃથ્વીમાં સાધ્ય = ઇતરભેદના સંસર્ગનું જ્ઞાન કરવાનું છે. આમ પક્ષમાં સાધ્ય ઇતરભેદના સંસર્ગનું સંશયાત્મક કે નિશ્ચયાત્મક એકેય જ્ઞાન નથી, અર્થાત્ તાદેશજ્ઞાનરૂપ પક્ષતા જ નથી તો હવે પક્ષતા વિના તે અનુમિતિ શી રીતે થાય ? વસ્તુતઃ આ અનુમિતિ થાય છે માટે વ્યતિરેક-વ્યભિચાર આવે.
=
=
વળી પક્ષમાં સાધ્યસંશય-નિશ્ચયનું જ્ઞાન ન હોય તો પણ નું મેધવત્ ધનાનનાત્ એવી અનુમિતિ થાય છે. માટે પક્ષમાં સાધ્યસંસર્ગના સંશય-નિશ્ચયજ્ઞાનરૂપ પક્ષતા વિના પણ અનુમિતિ થઈ જવાથી વ્યતિરેક-વ્યભિચાર આવે. માટે પક્ષમાં સાધ્યસંસર્ગના
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૧૦૦)