________________
* બુદ્ધિને તચાપ્યવત્તા-બુદ્ધિની અપ્રતિબંધક કહો તો ઉક્ત સ્થાને વ્યભિચાર આવે. એટલે ઘટાદિવ્યાપ્યવત્તા-બુદ્ધિ પ્રત્યે અંધકારાદિસહકૃતઘટાભાવાદિવ્યાપ્યવત્તાબુદ્ધિને તો પૃથક્ પ્રતિબંધક કહેવી જ પડશે.
********
(૨) હવે તમે જે બીજું સ્થાન આપ્યું હતું તે લઈએ. તમે કહેલ કે શંખમાં પીતત્વાભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ હોવા છતાં પિત્ત દોષ થયા બાદ તે જ માણસને પીતત્વવ્યાપ્યવત્તાની બુદ્ધિ થાય છે માટે તદભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિને તચાપ્યવત્તાબુદ્ધિની પ્રતિબંધક કહી શકાય નહિ.
આની સામે અમારું કહેવું એ છે કે પીતત્વાભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ થયા બાદ જો પિત્ત દોષ ન થાય તો તો પીતત્વવ્યાપ્યવત્તાની બુદ્ધિ ન જ થાય ને ? એટલે પીતત્વવ્યાપ્યવત્તાની બુદ્ધિ પ્રત્યે પિત્તાદિદોષાસકૃતપીતત્વાભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિને તો પૃથક્ પ્રતિબંધક કહેવી જ પડશે.
(૩) વળી લૌકિક સંનિકર્ષથી એક પર્વતમાં વછ્યભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન થયું. ત્યાર પછી સામાન્ય લક્ષણા સંનિકર્ષથી સર્વે પર્વતા વક્ષ્યમાવવન્તઃ એવું અલૌકિકપ્રત્યક્ષ (ઉપનીતભાન) થયું. હવે આ વ્યક્તિને સર્વે પર્વતા વહ્રિમન્તઃ એવું ભાન નથી થતું માટે અલૌકિકતદભાવવત્તાની બુદ્ધિને તરાપ્યવત્તાની બુદ્ધિ પ્રત્યે પૃથક્ પ્રતિબંધક કહેવી જ પડશે.
(૪) એ જ રીતે તદભાવવ્યાપ્યવત્તાનો શાબ્દપરામર્શ થાય તો ત્યાર પછી તચાપ્યવત્તાનો શાબ્દ-પરામર્શ થતો નથી, માટે તચાપ્યવત્તાના શાબ્દ-પરામર્શ પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તાના શાબ્દ-પરામર્શને પૃથક્ પ્રતિબંધક કહેવો જ પડશે.
આ રીતે સર્વત્ર પૃથક્ પૃથક્ વિશેષ વિશેષ પ્રતિબધ્ય-પ્રતિબન્ધકભાવોની
રત્નકોશકારને કલ્પના કરવી પડશે. વળી પહેલા વિગેરે સ્થાને પ્રતિબંધકકોટિમાં ‘અંધકાર’ વિગેરે અનન્ત વિશેષણોને યોજવા પડે એટલે તત્પ્રયુક્ત અનન્ત કાર્ય-કારણ ભાવ બને. આવા મોટા ગૌરવને માથે વહોરી લેવા કરતાં પ્રતિબધ્યકોટિમાં (તયાપ્યવત્તાબુદ્ધિ એ પ્રતિબધ્યકોટિ છે અને તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ એ પ્રતિબંધકકોટિ છે.) લૌકિક સંનિકર્ષ-અજન્યત્વ અને દોષવિશેષાજન્યત્વનો નિવેશ કરી દેવાય તો ઘણું લાઘવ છે.
लौकिकसंनिकर्षाजन्यदोषविशेषाजन्यतद्व्याप्यवत्ताबुद्धिं प्रति तदभावव्याप्यवत्ताबुद्धिः प्रतिबन्धिका ।
હવે જુઓ, ઉપરના બધા સ્થળે આનાથી જ કામ ચાલશે. તમારી જેમ પૃથક્ પૃથક્
* ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૯૨)