________________
K
tuhottato dett
o
contestochwestoodstochtbestrossboobcchochotos
જાતિમાં પણ એક “જાતિત્વ' નામની જાતિ રહેવી જોઈએ. હવે જો આ રીતે ઘટવાદિરૂપ છે જાતિમાં જાતિત્વરૂપ જાતિ રહે તો એ ઘટતાદિ જાતિ એ જાતિમતી બની કહેવાય. હવે જ્યારે એ નિયમ થયો કે જાતિ જાતિમતી હોય ત્યારે જાતિત્વ પણ જાતિ છે માટે તે પણ જાતિમતી બનવી જોઈએ. એટલે જાતિત્વ એ જાતિ છે માટે તેમાં જાતિત્વ નામની જાતિ રહી. આ જાતિમાં પણ જાતિ હોય એટલે તેમાં પણ જાતિત્વ નામની જાતિ રહે છે. આમ
અનવસ્થા ચાલે. માટે સામાન્યમાં સામાન્યત્વ ધર્મ જાતિ કહેવાય નહિ. આ વાત નીચેના ( ચિત્રમાં સ્પષ્ટ જણાય છે.
ઘટવાદિ જાતિ= જાતિમતી ઘટવાદિ જાતિ જાતિત્વ = જાતિ
જાતિમતી = જાતિ
જાતિત્વ = જાતિ
fodbocztonstastoostastaustastestostorstastrosoustavsboostxestostxsexsexsexstxscostarstxstostxscascastrostorstososorbitan
જાતિત્વ = જાતિ (પ)રૂપી આ પાંચમા જાતિબાધકથી વિશેષમાં રહેનાર વિશેષત્વ ધર્મ જાતિ | કે નહિ બને. જો વિશેષત્વને જાતિ માનીએ તો વિશેષના સ્વરૂપની હાનિ થાય. તે આ
પ્રમાણે : વિશેષનું સ્વરૂપ છે કે (૧) વિશેષ સ્વતઃ = પોતે જ એક પરમાણુથી બીજા પરમાણુનો વ્યાવર્તક = જુદો પાડનાર છે. (૨) અને પોતે જ બીજા વિશેષથી વ્યાવૃત્ત | (જુદો સિદ્ધ થયેલો) છે.
- હવે એવો નિયમ છે કે જાતિમાન્ પદાર્થનો બીજા પદાર્થથી ભેદ થવામાં જાતિ કારણ છે. ઘટવવાનું ઘટનો પટથી ભેદ થવામાં ઘટત્વ જાતિ કારણ છે. પ્રસ્તુતમાં પણ જો વિશેષમાં વિશેષત્વ જાતિ રહે તો એક પરમાણુથી બીજા પરમાણુનો ભેદ વિશેષ પોતે ન કરે પણ પોતાનામાં રહેલી વિશેષત્વ જાતિ દ્વારા જ તે વિશેષ પરમાણુનો ભેદ કરનાર બને. આમ થાય એટલે વિશેષ પરમાણુનો સ્વતઃ વ્યાવર્તક ન બન્યો પણ જાતિ દ્વારા) એટલે કે પરતઃ વ્યાવર્તક બન્યો.
હવે વિશેષના સ્વતઃ વ્યાવૃત્તત્વ સ્વરૂપ બીજા ઘટકની હાનિ જોઈએ. એક વિશેષ બીજા વિશેષથી સ્વતઃ જ જુદો છે. પણ જો વિશેષમાં વિશેષત્વ જાતિ માનીએ તો બે | ય વિશેષમાં વિશેષત્વ જાતિ છે. અને જાતિનું કાર્ય તો બે ય વિશેષમાં એક અનુગત
ostossascoscostoboscostosowdaxdowsawsawsoescascostosos odos obresordboscosoudcast bostadshusbastucco
ન્યાયદ્ધિનાતાવહી ભાગ-૧૦ (૫૦