________________
******* X X X X X
* * * * * *
ધૂમ અને વહ્નિનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે. ત્યાર પછી તે ઉપરથી એવી વ્યાપ્તિ તૈયાર થાય છે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય. આ વ્યાપ્તિ ત્યારે જ બની શકે કે મહાનસના ધૂમ-વહ્નિના પ્રત્યક્ષની જેમ સકળ ધૂમ-વતિનું પ્રત્યક્ષ થયું હોય, કેમકે સકળ ધૂમ-વહ્નિના પ્રત્યક્ષ વિના ‘જ્યાં ધૂમ ત્યાં વહ્નિ છે' એવી વ્યાપ્તિ થાય જ શી રીતે ? આ વ્યાપ્તિ ઉપરથી કલ્પના થાય છે કે મહાનસના ધૂમ-વહ્નિમાં જે ધૂમત્વ અને વહ્નિત્વ સામાન્ય છે તેના દ્વારા સકળ ધૂમ-વહ્નિનું અલૌકિક પ્રત્યક્ષ થઈ જાય છે, અર્થાત્ ધૂમત્વસામાન્યથી ધૂમત્વાશ્રય સકળ ધૂમનું અને વહ્નિત્વસામાન્યથી વહ્નિત્વાશ્રય સકળ વહ્નિનું પ્રત્યક્ષ થઈ જાય છે અને તેથી જ ‘જ્યાં ધૂમ છે ત્યાં વહ્નિ છે’ એવું વ્યાપ્તિજ્ઞાન ઉપપન્ન થઈ જાય છે.
એટલે અહીં ઈન્દ્રિયસમ્બદ્ધ ધૂમાદિ બન્યા. તે છે વિશેષ્ય જેમાં એવું જ્ઞાન - અયં ઘૂમઃ ઇત્યાદિ જ્ઞાન. તેમાં પ્રકારીભૂત જે મત્વ એ જ સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ છે. આ ધૂમત્વ-સંબંધથી સકળ ધૂમની ધૂમાઃ એવી ઉપસ્થિતિ-અલૌકિક પ્રત્યક્ષ થઈ જાય. એ જ રીતે ઈન્દ્રિયસમ્બદ્ધ વહ્નિ બને છે. તે છે વિશેષ્ય જેમાં એવું જ્ઞાન - અયં વહ્નિઃ જ્ઞાન, તેમાં પ્રકા૨ીભૂત વહ્નિત્વ એ સામાન્યસ્વરૂપા પ્રત્યાસત્તિ બને. એ વહ્નિત્વરૂપ સંબંધથી સકળ વહ્નિનું વવ: એવું અલૌકિક પ્રત્યક્ષ થઈ જાય.
આમ ઈન્દ્રિયસંબદ્ધવિશેષ્યકજ્ઞાનપ્રકા૨ીભૂત જે સામાન્ય તે જ પ્રત્યાસત્તિ બને અને તેના દ્વારા સામાન્યના સર્વ આશ્રયોનું અલૌકિક પ્રત્યક્ષ થાય એ વાત નક્કી થઈ. | मुक्तावली : अत्र यदीन्द्रियसम्बद्धमित्येवोच्यते, तदा यत्र धूलीपटले धूमत्वभ्रमानन्तरं सकलधूमविषयकं ज्ञानं न स्यात्, तत्र धूमत्वेन सह इन्द्रियसम्बन्धाभावात् । मन्मते त्विन्द्रियसम्बद्धं धूलीपटलं, तद्विशेष्यकं धूम इति ज्ञानं, तत्र प्रकारीभूतं धूमत्वं प्रत्यासत्तिः । इन्द्रियसम्बन्धश्च लौकिको ग्राह्यः । इदं च बहिरिन्द्रियस्थले, मानसस्थले तु ज्ञानप्रकारीभूतं सामान्यमात्रं પ્રત્યાક્ષત્તિઃ ॥
મુક્તાવલી : પ્રશ્ન : ‘વૃન્દ્રિયસમ્વનું સામાન્યમ્ ।' એટલું જ કહો તો લાઘવ થઈ જાય ને ? ‘વિશેષ કજ્ઞાનપ્રકારીભૂતત્વ'નો નિવેશ કરવાની શી જરૂર છે ? મહાનસમાં ઈન્દ્રિયસમ્બદ્ધ ધૂમ-વહે છે, તેમાં રહેલું સામાન્ય ધૂમત્વ-વહિત્વ છે, એ જ પ્રત્યાસત્તિ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૬૨)