________________
********* * * * X
* X X X X X X ********
બને. જેનું પ્રત્યક્ષ કરીએ તે વિષય બને, તેમાં વિષયતા રહે, એટલે વિષયતાસંબંધથી પ્રત્યક્ષ-કાર્ય વિષયમાં જાય અને ત્યાં મહત્વ-કારણ જુદા જુદા સંબંધથી જાય.
• જો વિષય દ્રવ્ય હોય તો ત્યાં મહત્ત્વ સમવાયસંબંધથી જાય.
• જો વિષય દ્રવ્યસમવેતગુણ હોય તો મહત્ત્વ સ્વાશ્રયસમવાયસંબંધથી જાય. • જો વિષય દ્રવ્યસમવેતસમવેતજાતિ હોય તો ત્યાં મહત્ત્વ સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી જાય.
• यत्र विषयतासम्बन्धेन द्रव्यप्रत्यक्षं तत्र समवायेन महत्त्वं कारणम् ।
• यत्र विषयतासम्बन्धेन द्रव्यसमवेतप्रत्यक्षं तत्र स्वाश्रयसमवायेन महत्त्वं कारणम् ।
• यत्र विषयतासम्बन्धेन द्रव्यसमवेतसमवेतप्रत्यक्षं तत्र स्वाश्रयसमवेतसमवायसम्बन्धेन महत्त्वं कारणम् ।
મુવતાવતી : ન્દ્રિયમિતિ । અાપિ ‘ષવિધ' કૃત્યનુષન્યતે। નિયત્રં તુ ન जातिः, पृथिवीत्वादिना साङ्कर्यप्रसङ्गात् । किन्तु शब्देतरोद्भूतविशेषगुणानाश्रयत्वे सति ज्ञानकारणमनः संयोगाश्रयत्वमिन्द्रियत्वम् ।
મુક્તાવલી : છયે પ્રકારની ઈન્દ્રિયમાં ઈન્દ્રિયત્વ છે. આ ઈન્દ્રિયત્વ જાતિ નથી, કેમકે પૃથ્વીત્વાદિ સાથે તેનું સાંકર્ય આવે છે.
પૃથ્વીત્વને છોડીને ઈન્દ્રિયત્વ ચક્ષુરાદિમાં રહે છે. ઈન્દ્રિયત્વને છોડીને પૃથ્વીત્વ ઘટાદિમાં રહે છે. ઈન્દ્રિયત્વ અને પૃથ્વીત્વ બે ય ઘ્રાણેન્દ્રિયમાં રહે છે, એટલે ઈન્દ્રિયત્વ એ ઉપાધિ છે. તેનું લક્ષણ આ છે :
शब्देतरोद्भूतविशेषगुणानाश्रयत्वे सति ज्ञानकारणमनः संयोगाश्रयत्वम् इन्द्रियत्वम् ।
અર્થાત્ જે શબ્દથી ઇતર ઉદ્ભૂત ગુણો(રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ તથા જ્ઞાનાદિ)નો અનાશ્રય હોય અને જ્ઞાનમાં કારણીભૂત મનઃસંયોગનો આશ્રય હોય તે ઈન્દ્રિય કહેવાય.
ઈન્દ્રિયોમાં રૂપાદિ છે પણ તે અનુભૂત છે, એટલે ઇન્દ્રિયો ઉદ્ભૂત ગુણોનો અનાશ્રય છે જ. વળી જ્ઞાનમાં કા૨ણીભૂત મનનો ઇન્દ્રિયો સાથે સંયોગ તો આવશ્યક છે જ, માટે તેવા સંયોગનો તે ઈન્દ્રિયો આશ્રય પણ છે જ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૪૦)