________________
જજજજ
5, ch
o coccasc adetesorodostosowxdborcudowodoodoodowdowsoccorso
| योग्यविशेषगुणस्य ज्ञानसुखादेः सम्बन्धेनात्मनः प्रत्यक्षत्वं सम्भवति, न त्वन्यथा, अहं जाने अहं करोमीत्यादिप्रतीतेः ॥
મુક્તાવલી : જ્ઞાનાદિમાન્ આ આત્મા ધર્મ-અધર્મવાનું પણ છે. જો શરીરને ધર્માધર્મનો આશ્રય માની લેવામાં આવે તો પૂર્વજન્મમાં કરેલા કર્મોનો અપરજન્મના દેહમાં ભોગ નહિ થવાની આપત્તિ આવે.
પ્રત્યક્ષયોગ્ય વિશેષગુણ જ્ઞાન-સુખાદિના સંબંધને લીધે સ્વ-આત્માનું પ્રત્યક્ષ થાય છે. (અન્યથા નહિ.) “હું જાણું છું', “હું કરું છું એવી પ્રતીતિ થાય છે તે જ આ વાતનો | પુરાવો છે. कारिकावली : प्रवृत्त्याद्यनुमेयोऽयं रथगत्येव सारथिः ।
___अहङ्कारस्याश्रयोऽयं मनोमात्रस्य गोचरः ॥५०॥ मुक्तावली : प्रवृत्त्येति । अयमात्मा परदेहादौ प्रवृत्त्यादिनाऽनुमीयते । प्रवृत्तिरत्र चेष्टा, ज्ञानेच्छाप्रयत्नादीनां देहेऽभावस्योक्तप्रायत्वात् चेष्टायाश्च प्रयत्नसाध्यत्वाच्चेष्टया. प्रयत्नवानात्माऽनुमीयत इति भावः । अत्र दष्टान्तमाह - रथेति । यद्यपि रथकर्म चेष्टा न भवति, तथापि तेन कर्मणा सारथिर्यथाऽनुमीयते तथा चेष्टात्मकेन कर्मणा परात्माऽनुमीयत इति भावः ।
મુક્તાવલી : પણ પર-આત્માનું પ્રત્યક્ષ થતું નથી. જેમ દૂરથી રથ ચાલતો જોઈને તેની અંદર બેઠેલા સારથિનું અનુમાન થાય છે તેમ બીજાના દેહમાં પ્રવૃત્તિ (ચેષ્ટા) આદિ જોઈને તેની અંદર રહેલા આત્માનું અનુમાન થાય છે. - જ્ઞાન, ઈચ્છાદિ તો દેહમાં સંભવિત નથી એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે. દેહમાં તો ચેષ્ટા હોય છે. અને તે ચેષ્ટા કોઈ પ્રયત્નથી જ સાધ્ય છે. એટલે ચેષ્ટા ઉપરથી ચેષ્ટાપ્રયોજક પ્રયત્નનું અનુમાન થાય અને તેથી પ્રયત્નવાન્ આત્માનું અનુમાન થાય. યદ્યપિ રથની ક્રિયાનું જે દૃષ્ટાન્ત લીધું તેમાં રક્રિયા એ ચેષ્ટા તો નથી જ, કેમકે ચેષ્ટા તો શરીરમાં જ રહે છે તથાપિ આ દષ્ટાંતમાં એટલું જ સમજવાનું કે જેમ રથકર્મથી સારથિનું અનુમાન થાય છે તેમ ચેષ્ટાત્મક કર્મથી | આત્માનું અનુમાન થાય છે.
ESચાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૧) ESSES
Atttttttnturetrosstb.ttttttttttt-လက်
T