________________
સાંખ્યમત-નિરૂપણ અને ખંડન
मुक्तावली : एतेन - प्रकृतिः कर्त्री पुरुषस्तु पुष्करपलाशवत् निर्लेपः, किन्तु चेतनः, कार्यकारणयोरभेदात् कार्यनाशे सति कार्यरूपतया तन्नाशोऽपि न स्यादित्यकारणत्वं तस्य । बुद्धिगतचैतन्याभिमानान्यथानुपपत्त्या तत्कल्पनम् ।
ઃ
મુક્તાવલી : સાંખ્ય-મતના પ્રણેતા કપિલમુનિ છે. હવે નૈયાયિકો ‘તેન' પદ દ્વારા જણાવે છે કે,“અદ્વૈતવાદના ખંડનમાં વિજ્ઞાનસ્વરૂપ આત્મા ન કહેતાં અમે ‘જ્ઞાનવાન્ આત્મા છે' એવું સિદ્ધ કર્યું, એથી પુરૂષને જ્ઞાનરહિત માનનાર સાંખ્ય-મતનું પણ ખંડન થઈ જાય છે.''
સાંખ્યોની માન્યતા ઃ પ્રકૃતિ કર્બી (માત્ર કારણ) છે અને પુરૂષ તો કમળપત્રની જેમ નિર્લેપ છે, માત્ર ચેતનસ્વરૂપ છે. (પુરૂષમાં ચેતનત્વ એટલે જ્ઞાનાશ્રયત્વ નહિ પરંતુ આત્મત્વ માત્ર સમજવું, કેમકે સાંખ્યો પુરૂષને જ્ઞાનરહિત માને છે.) આ પુરૂષ કોઈનું કારણ નથી, અર્થાત્ અકારણ છે, કેમકે જો તેનું કોઈ કાર્ય માનીએ તો કાર્યના નાશે પુરૂષરૂપ કારણનો પણ નાશ થઈ જાય, કેમકે સાંખ્યો કાર્ય-કારણનો અભેદ માને છે. એટલે જ ઘટ નાશ થતાં તેના કારણભૂત કપાલાદિનો પણ નાશ થઈ જાય છે એમ તેમનું કહેવું છે.
પ્રશ્ન : આવા કોઈપણ વિશેષતા વિનાના પુરૂષ-તત્ત્વને માનવાની શી જરૂર છે? એને માનવામાં કોઈ પ્રમાણ છે ?
સાંખ્ય : પ્રકૃતિમાંથી જે જડ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેને ચૈતન્યનું અભિમાન (ભ્રમ) થાય છે કે હું ચેતન છું. ( શ્વેતનોમ્ ।) હવે વસ્તુતઃ તો બુદ્ધિમાં ચૈતન્ય છે તો નહિ. ભ્રમ પણ અન્યત્ર વિદ્યમાન વસ્તુનો જ થાય. સર્પ અન્યત્ર વિદ્યમાન છે માટે જ તેનો રજ્જુમાં ભ્રમ થાય છે. જો જગતમાં ચૈતન્ય ક્યાંય પણ વિદ્યમાન ન હોત તો બુદ્ધિમાં ચૈતન્યનો ભ્રમ ઉપપન્ન ન થાત, એટલે બુદ્ધિમાં ચૈતન્યના ભ્રમની અન્યથાનુપપજ્યા પુરૂષ જેવો એક પદાર્થ માનવો પડે છે કે જેમાં ચૈતન્ય છે.
मुक्तावली : बुद्धिश्च प्रकृतेः परिणामः । सैव महत्तत्त्वम् अन्तःकरणमित्युच्यते । तत्सत्त्वासत्त्वाभ्यां पुरुषस्य संसारापवर्गों । तस्या एवेन्द्रियप्रणालिकया परिणतिर्ज्ञानरूपा घटादिना सम्बन्धः । पुरुषे कर्तृत्वाभिमानो बुद्धौ | चैतन्याभिमानश्च भेदाग्रहात् ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૨૦૩)