________________
dostawcoordodostados
Sorsorsoxsaxtarstar
ઉત્પન્ન કરે છે, એટલે કે દરેક વિજ્ઞાન પોતે વિલક્ષણ અતિશયવાળું છે, અને તેથી દરેક | ઉત્તર-વિજ્ઞાનમાં પણ વિલક્ષણ અતિશય ઉત્પન્ન થાય છે. વિનક્ષણમ્ વિજ્ઞાન, વિક્ષUપૂર્વવિજ્ઞાનનચમ, વિત્નક્ષUાર્યત્વાન્ ! હવે જે જ્ઞાન-વ્યક્તિ પછી સ્મરણ | અનુભવસિદ્ધ બનતું હોય તે જ્ઞાન-વ્યક્તિની પૂર્વની જ્ઞાન-વ્યક્તિમાં સંસ્કારાનુકૂલ કોઈ શક્તિ (અતિશયવિશેષ : કુર્ઘદ્રુપત્ર) અમે માનીશું. પહેલી જ્ઞાન-વ્યક્તિમાં સંસ્કારાનુકૂલ કુર્વકૂપત્ર, બીજી જ્ઞાન-વ્યક્તિમાં સંસ્કાર અને ત્રીજી જ્ઞાન-વ્યક્તિમાં સ્મરણ. આમ હવે પ્રત્યેક જ્ઞાન-વ્યક્તિમાં સંસ્કાર માનવાની જરૂર રહેશે નહિ. તેથી સંસ્કારાનન્યાપત્તિ નહિ આવે.
નૈયાયિક : આવા અતીન્દ્રિય કુર્ઘદ્રુપત્યમાં કોઈ પ્રમાણ નથી, અર્થાત્ કાર્યાનુકૂલ | આવી શક્તિ માનવામાં કોઈ પ્રમાણ નથી.
બૌદ્ધ : ભાઈ, અનન્ત સંસ્કારોની અકલ્પના એ જ અહીં લાઘવ પ્રમાણ છે. નિયાયિકઃ કશું ય લાઘવ નથી. એ શક્તિ પણ ભાવાત્મક પદાર્થ (સ) જ છે ને? | | તમારા મતે તો જે સત્ હોય તે ક્ષણિક હોય, એટલે શક્તિ પણ ક્ષણિક સિદ્ધ થઈ. એટલે
હવે તેના પણ અનન્ત પ્રાગભાવ-ઉત્પત્તિ-વૃંસાદિની કલ્પના કરવી જ પડશે. એટલે આ | ગૌરવ તો ઉભયત્ર તુલ્ય છે. એટલે ક્ષણિક વિજ્ઞાન તો કોઈ રીતે આત્મસ્વરૂપ બની શકતું નથી.
હવે બૌદ્ધનો જ એક અવાજોર મત ઉપસ્થિત થાય છે. તેનું કહેવું એ છે કે ક્ષણિક | વિજ્ઞાન એ આત્મા નથી કિન્તુ ક્ષણિક શરીર એ જ આત્મા છે. આની સામે નૈયાયિક કહે છે કે આ મત પણ ક્ષણિક વિજ્ઞાનાત્માના ખંડનથી જ ખંડિત થઈ જાય છે, કેમકે અહીં પણ જો શરીરરૂપ આત્મા પ્રતિક્ષણ વિનાશી હોય તો કાલાન્તરમાં થતાં સ્મરણનું | શું કરશો ? તેના ઉત્તરમાં પૂર્વવત્ પૂર્વભવના શરીરના સંસ્કારોનો ઉત્તરોત્તર શરીરમાં સંક્રમ કહેવો પડશે. આમ એ જ અનંત સંસ્કારોની કલ્પનાનું ગૌરવ આવી રહેશે. આ ગૌરવ દૂર કરવા ક્ષણિક વિજ્ઞાનાત્મવાદીની જેમ કોઈ શક્તિની (અતિશયની) કલ્પના કરશો તો તેવા અતિશયમાં કોઈ પ્રમાણ નથી.
પૂર્વપક્ષ : જ્યાં સુધી બીજ કુસુલસ્થ છે ત્યાં સુધી તેમાંથી અંકુરોત્પત્તિ થતી નથી. જ્યારે તે જ બીજ ક્ષેત્રસ્થ બને છે ત્યારે અંકુરોત્પત્તિ થાય છે. માટે અહીં માનવું જ પડશે કે ક્ષેત્રસ્થ બીજમાં અંકુરજનન શક્તિ છે અને કુસુલ0 બીજમાં તે શક્તિ નથી. આ શક્તિનું જ બીજું નામ છે; “કુર્વદ્રુપત.”
Law
ostos sob coco
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૮૮)