________________
જ
જass== == == ==== Showdoxshastoscadowodwodawsaxcessostatsaucowshdowcostosowscasostosas
નૈયાયિક : આવું અતીન્દ્રિય કુર્ઘદ્રુપત્વ હોવામાં પ્રમાણ શું છે ?
બૌદ્ધ ઃ ઉત્તરક્ષણે ઉત્પન્ન થતું વિલક્ષણ કાર્ય એ જ પ્રમાણ છે. જેમ મીમાંસક કહે છે કે તે તે કાર્ય થવા માટે તે તે કારણમાં તેવી તેવી શક્તિ હોય છે તેમ બૌદ્ધ કહે છે | કે તે તે વિજ્ઞાન-કાર્ય ઉત્પન્ન થવા માટે પૂર્વપૂર્વ ક્ષણોમાં તેવું તેવું કુવૈતૂપત્વ હોય છે.
પ્રશ્ન : શક્તિ અને કુર્વકૂપત્વમાં ફેર શું છે ?
ઉત્તર : શક્તિ એ ભાવાત્મક પદાર્થ છે, જ્યારે કુવૈતૂપત્વ એ અપહરૂપ ધર્મ છે. અપોહ=ઈતર વ્યાવૃત્તિ=બીજાઓથી તદ્દન જુદા પડવું તે. દરેક વિજ્ઞાન ક્ષણ એ બીજી | બધી ક્ષણો કરતાં કાંઈક ને કાંઈક જુદા સ્વરૂપવાળી છે, એટલે દરેક ક્ષણમાં બીજી બધી | ક્ષણોની=ઈતરની=વ્યાવૃત્તિરૂપ કુર્ઘદ્રુપત્વ છે.
બૌદ્ધો ઘટત્વ, પટવ આદિ ભાવાત્મક સામાન્યને માનતા નથી, કેમકે તેમ માનવા | જતાં તેમના સ્થિરત્વની આપત્તિ આવે. એટલે તેમના મતે ઘટત્વ એટલે ઘટાપોહ= ઘટેતર વ્યાવૃત્તિ. ઘટથી ઇતર પટાદિ તમામ પદાર્થોની ઘટમાં જે વ્યાવૃત્તિ (અભાવ) છે તે જ ઘટત્વ=ઘટાપોહ છે. એ જ રીતે પટમાં પટાપોહ (પટેતરવ્યાવૃત્તિ) છે, નલમાં | નીલાપોહ છે. આ ઘટાપોહાદિ અભાવાત્મક ધર્મોને લીધે જ ઘટાદિ વ્યવહાર ઉત્પન્ન થાય છે.
બૌદ્ધ મતે જગતમાં બે જ પદાર્થ છે : નામ પદાર્થ અને રૂપ પદાર્થ. નામ પદાર્થના | ચાર ભેદ છે : ૧. વિજ્ઞાન ૨. વેદના ૩. સંસ્કાર અને ૪. સંજ્ઞા.
પૃથ્વી આદિ રૂપ-પદાર્થ છે. રૂપનો સમૂહ તે જ પૃથ્યાદિ પદાર્થ છે. તે જ દ્રવ્ય છે. રૂપના સમૂહના એકેક ધર્મને દ્રવ્યનો ગુણ કહે છે. રૂપ-રસાદિ પરસ્પર ભિન્ન ધર્મો છે. એ જ રીતે જ્ઞાન પણ રૂપાદિથી ભિન્ન છે. સુખ, ઈચ્છાદિ જ્ઞાનના જ રૂપાન્તર છે. જ્ઞાનાદિનો સમૂહ તે જ આત્મા છે. આત્મા એ જ્ઞાનાદિથી ભિન્ન કોઈ વસ્તુ નથી. ટૂંકમાં રૂપાદિના સમૂહસ્વરૂપ પૃથ્વી આદિ છે અને જ્ઞાનાદિના સમૂહ સ્વરૂપ આત્મા છે. | જ્ઞાન એ જ જ્ઞાતા છે. એ જુદી વસ્તુ નથી.
मुक्तावली : न, तस्य जगद्विषयकत्वे सर्वज्ञत्वापत्तिः, यत्किञ्चिद्विषयकत्वे | विनिगमनाविरहः, सुषुप्तावपि विषयावभासप्रसङ्गाच्च, ज्ञानस्य सविषयत्वात् । | तदानीं निराकारा चित्सन्ततिरनुवर्तत इति चेत् ? न, तस्याः स्वप्रकाशत्वे प्रमाणाभावात् अन्यथा घटादीनामपि ज्ञानत्वापत्तिः । न चेष्टापत्तिर्विज्ञानव्य
દ
ઈને
પEEEEEEE ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૮૩) EEEEEEEE