________________
= == = === == ======= Chestwoodstochassersbossowsta
==== ====== = == == == ===
w owshowdowcowowowowowowo
(૨) હવે જો એમ કહો કે પૂર્વેક્ષણે પણ સમર્થ તો છે જ, અર્થાત પૂર્વેક્ષણમાં પણ તેનો કાર્ય ઉત્પન્ન કરવાનો સ્વભાવ તો છે જ, પરંતુ સહકારીને સાથે લઈને કાર્ય ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે, તો પછી એનો અર્થ એ થયો કે વસ્તુમાત્ર સહકારીને સાથે લઈને | જ હંમેશા ફરે છે. પણ આવું તો બનતું નથી, કેમકે સહકારી તો તેના કાળે જ ઉપસ્થિત થાય છે. હવે જો સહકારી પોતાના કાળે આવી જાય પછી જ વસ્તુ કાર્ય કરે એમ કહો તો પ્રશ્ન થાય કે કાર્ય કોણે કર્યું? વસ્તુએ કે સહકારીએ? જો સહકારીએ કાર્ય કર્યું તો વસ્તુમાં કાર્યકારિત્વ ન રહ્યું એટલે વસ્તુ અસત્ થઈ ગઈ. (વાર્થવરિત્વમેવ તો નક્ષપામ્ !)
પ્રશ્ન : સહકારી કાર્ય કરતું નથી પરંતુ સહકારીના આવવાથી એવી એક વિશેષતા વસ્તુમાં ઉત્પન્ન થાય છે કે જેને લીધે વસ્તુ જ કાર્ય કરે છે.
બૌદ્ધ : તો પછી વસ્તુ એક ન રહી પણ બે થઈ : વિશેષતા વિનાની વસ્તુ અને | સહકારી-જનિત વિશેષતાવાળી વસ્તુ. અર્થાત્ સ્થિર એવી એક વસ્તુ ન રહેતાં ક્ષણિક | વસ્તુ સિદ્ધ થઈ. આમ વસ્તુમાં ક્ષણિકત્વ સિદ્ધ થઈ ગયું.
(૩) વળી આ રીતે પણ વસ્તુમાં ક્ષણિકત્વ સિદ્ધ થઈ શકે છે : વસ્તુનો પહેલી ક્ષણ | સાથે સંબંધ થવાનું કાર્ય પહેલી ક્ષણની વસ્તુ જ કરે છે. બીજી ક્ષણ સાથે સંબંધ થવાનું કાર્ય બીજી ક્ષણની વસ્તુ જ કરે છે. ત્રીજી ક્ષણ સાથે સંબંધ થવાનું કાર્ય ત્રીજી ક્ષણની વસ્તુ જ કરે છે. આમ ક્ષણ-ક્ષણના જુદા જુદા કાર્ય થાય છે. અહીં જે કાર્ય પાંચમી ક્ષણમાં થયું તે તદન્ય કોઈ ક્ષણમાં ન થયું માટે પ્રતિક્ષણના કાર્યભેદે પ્રતિક્ષણની વસ્તુનો પણ ભેદ પડી ગયો.
(૪) વળી આ રીતે પણ વસ્તુમાં ક્ષણિકતા સિદ્ધ થાય : ધારો કે વસ્તુને દશ ક્ષણનો | સંબંધ થાય છે. હવે જો દશે ય ક્ષણના સંબંધરૂપ દશ કાર્ય કરવાનું સામર્થ્ય પ્રથમ ક્ષણે
જ છે તો પ્રથમ ક્ષણના સંબંધની જેમ બાકીની નવ ક્ષણના સંબંધરૂપ કાર્ય પ્રથમ ક્ષણે | જ એકીસાથે કેમ ન કરે ? કેમકે યત્ સમર્થ તત્ રોચેવા અને પહેલી ક્ષણની વસ્તુ યુગપદ્ સર્વ ક્ષણનો સંબંધ નથી કરતી એ હકીકત છે એ જ સૂચવે છે કે પ્રથમ ક્ષણે અન્ય ક્ષણોના સંબંધ કરવાનું તેનામાં સામર્થ્ય નથી, અર્થાત્ પ્રથમ ક્ષણની વસ્તુ દશમી ક્ષણના સંબંધને માટે અસમર્થ છે. નવમી ક્ષણની વસ્તુ જ દશમી ક્ષણના સંબંધ માટે સમર્થ છે.
સામર્થ્ય અને અસામર્થ્ય પરસ્પર વિરોધી ધર્મ હોઈને તેમનું સતાવસ્થાન અસંભવિત | છે. એટલે સામર્થ્યવાળી વસ્તુ જુદી અને અસામર્થ્યવાળી વસ્તુ જુદી એ નક્કી થયું.
Nor
ન્યાયસિદ્ધાન્તણક્તાવલી ભાગ-૧૦ ૧૮૦).