________________
XXXX X X X **********
વિષય બની શકે એવો નિયમ છે. નાળારાં વિષયઃ । જે આ રીતે જનક ન બને તે વિષય પણ બની શકે નહિ.
(૪) વૈભાષિક : આ મત બાહ્ય પદાર્થનું પણ પ્રત્યક્ષ માને છે, અન્યથા જગતના ઘટાદિ-દર્શનાદિ વ્યવહારનું ઉન્મૂલન થઈ જાય. ‘મને ઘટનું પ્રત્યક્ષ થયું' એવો વ્યવહાર થતો જોવા મળે છે માટે ઘટાદિ પદાર્થનું પ્રત્યક્ષ માનવું જોઈએ. ઘટ પદાર્થ ક્ષણિક છે. પૂર્વપૂર્વના ઘટ ઉત્તરોત્તર ક્ષણિક ઘટને ઉત્પન્ન કરે છે તથા વિજ્ઞાનને પણ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન : ઘટાદિ પદાર્થ ક્ષણિક કેમ છે ?
ઉત્તર : ઘટાદિ પદાર્થ સત્ છે. ‘જે સત્ હોય તે ક્ષણિક હોય' એવો નિયમ છે. વન્ધ્યાપુત્રાદિ સત્ નથી માટે તેની ક્ષણિકતાનો પ્રશ્ન પણ નથી.
પ્રશ્ન ઃ ઘટાદિ પદાર્થ સત્ છે અને વન્ધાપુત્રાદિ અસત્ છે એવો ભેદ શાથી
પડ્યો?
ઉત્તર : જે વસ્તુ અર્થક્રિયાકારી (કાર્યકારી) હોય તે સત્ કહેવાય, નહિતર અસત્ કહેવાય. ઘટાદિ પદાર્થો ઉત્તરોત્તર ક્ષણમાં નવા નવા ઘટ તથા ઘટવિજ્ઞાન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે માટે ઘટાદિ પદાર્થ અર્થક્રિયાકારી હોઈને સત્ છે. વન્ધાપુત્ર આવું કોઈ કાર્ય કરતો નથી માટે તે અસત્ છે.
કંઈ ને કંઈ કાર્ય કરે તે સત્. યર્થયિાારી તત્ સત્ । હવે જે સત્ છે તે જે અનેક કાર્યો કરે છે તે ક્રમશઃ કરે છે કે યુગપદ્ કરે છે ? જો ક્રમશઃ કરે છે તો તે બધા કાર્યો માટે એ સમર્થ છે કે નહિ ? પ્રથમ ક્ષણે પંદરે ય ક્ષણના કાર્યો કરવા માટે સમર્થ છે કે નહિ ?
ચાર રીતે ક્ષણિકત્વ-સિદ્ધિ
(૧) ચાક ઉપર ચડાવેલી માટીમાં ક્ષણે ક્ષણે નવા રૂપકો - સ્થાસ, કોશ, કુશુલ વગેરે થયા કરે છે તે બધા યનું સામર્થ્ય પ્રથમ ક્ષણની માટીમાં છે ? જો હોય તો નિયમ છે કે યત્ સમર્થ તત્વોત્યેવ । માટે પોતાની બીજી જ ક્ષણે સર્વ કાર્ય કેમ ન કરે ? ‘જેમ જેમ સહકારી મળે તેમ તેમ કરે' એમ માનો તો એનો અર્થ એ છે કે સહકારી ન મળ્યા ત્યાં સુધી કાર્ય ન કર્યું, માટે અસમર્થ બન્યું : અર્થક્રિયાકારી ન બન્યું. માટે જ્યારે એ કાર્ય થાય છે તે વખતનો સમર્થ પદાર્થ જુદો અને પૂર્વક્ષણોમાં કાર્ય ન કરી શકે તેવો અસમર્થ પદાર્થ જુદો, માટે તે ક્ષણિક સિદ્ધ થયો.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧) (૧૦૯)