________________
hetto
t
ushadowstwooxdowowowowowowowowowowocesos
પદાર્થ છે માટે તેનો નાશ થઈ શકે.) તેનો નાશ થાય નહિ. માટે આત્મા અનાદિ-અનંત નિત્ય સિદ્ધ થઈ જાય છે.
कारिकावली : तथात्वं चेदिन्द्रियाणामुपघाते कथं स्मृतिः ॥४८॥ मुक्तावली : ननु चक्षुरादीनामेव ज्ञानादिकं प्रति करणत्वं कर्तृत्वं चास्तु, विरोधे साधकाभावादत आह - तथात्वमिति । चैतन्यमित्यर्थः, उपघाते = नाशे सति, अर्थाच्चक्षुरादीनामेव, कथं स्मृतिरिति । पूर्वं चक्षुषा साक्षात्कृतानां चक्षुषोऽभावे स्मरणं न स्यात्, अनुभवितुरभावात्, अन्यदृष्टस्याऽन्येन स्मरणासम्भवात्, अनुभवस्मरणयोः सामानाधिकरण्येन कार्यकारणभावादिति भावः ॥
મુક્તાવલી : ચક્ષુરાત્મવાદ : પૂર્વપક્ષ : ચક્ષુ આદિ ઇન્દ્રિયોને જ આત્મા માનો ને? ચક્ષુ આદિ ઇન્દ્રિયો જ્ઞાનાદિનું કરણ છે તેમ જ્ઞાનાદિના કર્તા પણ કેમ ન બને ? જે કરણ હોય તે કર્તા પણ કેમ ન હોય ? કર્તુત્વ-કરણત્વનો વિરોધ હોવામાં કોઈ સાધક પ્રમાણ નથી માટે ચક્ષુ આદિ ઈન્દ્રિયોને જ આત્મા કેમ ન મનાય ? સર્પ પોતે જ પોતાનાથી વીંટળાય છે તેમાં સર્પ પોતે જ કરણ અને કર્તા ઉભય બને છે ને ?
નૈયાયિક : ના, ઇન્દ્રિયો અનિત્ય છે, કેમકે તેનો નાશ થતો જોવા મળે છે. એ વળી ઇન્દ્રિયને જો આત્મા માનીએ તો બાલ્યકાળમાં ઇન્દ્રિયસ્વરૂપ આત્માએ જે અનુભવ કર્યો અને જે સંસ્કાર પડ્યા તેનું સ્મરણ યુવાદિ અવસ્થામાં ઇન્દ્રિયનો નાશ હૈ થયા પછી નહિ થાય. જે ચક્ષુ જેનો અનુભવ કરે તે ચક્ષુ જ તેનું સ્મરણ કરે એવો નિયમ છે. હવે જો અનુભવ કરનાર ચક્ષુનો નાશ થાય તો તેના અનુભવનું સ્મરણ | બીજો કોઈ કરી શકે જ નહિ. બાકી જો તેમ થાય તો દેવદત્તના અનુભવનું ચૈત્રને | સ્મરણ થવાની આપત્તિ આવે.
“જયાં અનુભવ હોય ત્યાં જ સ્મરણ હોય' આવો અનુભવ અને સ્મરણનો | સામાનાધિકરણ્યન કાર્ય-કારણભાવ છે.
હવે ચક્ષુનો નાશ થયા પછી પણ ચક્ષુએ અનુભવેલાનું તે અંધને સ્મરણ થાય છે | માટે ચક્ષુ આદિ ઇન્દ્રિયને જ આત્મા ન મનાય કિન્તુ તદતિરિક્ત આત્મા માનવો જોઈએ.
86
***9 ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૧૭૪) E*
***