________________
X X X X X X X X
જ્યારે શબ્દ તો બહિરિન્દ્રિય શ્રોત્રથી ગ્રાહ્ય છે માટે તે આત્માનો વિશેષગુણ બની શકે નહિ.
એટલે પરિશેષાત્ શબ્દ સ્વરૂપ વિશેષગુણનું કોઈ અધિકરણ માનવું જોઈએ, કેમકે ગુણી વિના ગુણ રહી શકે નહિ. માટે નવમું આકાશ નામનું દ્રવ્ય શબ્દના અધિકરણ તરીકે સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન ઃ શબ્દને વાયુનો જ ગુણ ન મનાય ? કેમકે વાયુના અવયવોમાં સૂક્ષ્મ શબ્દ ઉત્પન્ન થાય અને પછી તે સૂક્ષ્મ શબ્દ વાયુરૂપી અવયવીમાં ઉત્પન્ન થાય. આમ કારણગુણપૂર્વકતા આવી જાય એટલે વાયુનો ગુણ સિદ્ધ થઈ જાય.
ઉત્તર ઃ ના, શબ્દ એ પોતાના આશ્રયમાં સર્વત્ર રહેનાર નથી. જ્યારે વાયુના સ્પર્શાદિ ગુણો તો વાયુરૂપ યાવશ્રયમાં રહેનારા છે માટે અયાવદ્રવ્યભાવી શબ્દને વાયુનો વિશેષગુણ માની શકાય નહિ. कारिकावली : इन्द्रियं तु भवेच्छ्रोत्रमेकः सन्नप्युपाधितः ।
मुक्तावली : तत्र च शरीरस्य विषयस्य चाभावादिन्द्रियं दर्शयति- इन्द्रियमिति । नन्वाकाशं लाघवादेकं सिद्धं श्रोत्रं तु पुरुषभेदेन भिन्नं कथमाकाशं स्यादिति चेत्तत्राह - एकः सन्नपीत्यादि । आकाश एक एव सन्नपि उपाधेः कर्णशष्कुल्यादेर्भेदाद्भिन्नं श्रोत्रात्मकं भवतीत्यर्थः ।
મુક્તાવલી : આકાશના પૂર્વવત્ શરીર અને વિષય એ બે ભેદ પડતા નથી. આકાશસ્વરૂપ માત્ર ઇન્દ્રિય જ છે માટે તેનો એક જ પ્રકાર છે.
ઈન્દ્રિય : શ્રોત્રેન્દ્રિય એ આકાશસ્વરૂપ છે. જો કે આકાશ તો એક જ છે તો પણ ઉપાધિના ભેદથી ભિન્ન ભિન્ન આકાશ કહેવાય છે.
પ્રશ્ન : લાઘવાતું આકાશ એક જ સિદ્ધ થાય છે. અને શ્રોત્ર એ જો આકાશસ્વરૂપ હોય તો દરેક પુરુષ દીઠ શ્રોત્રરૂપ આકાશ ભિન્ન ભિન્ન થઈ જતાં અનેક આકાશ થઈ જશે.
ઉત્તર : હા, આકાશ એક જ હોવા છતાં કર્ણશખુલી (બહારનો કાન તરીકે દેખાતો આકાર) આદિ ઉપાધિઓના ભેદથી ભિન્ન ભિન્ન શ્રોત્રરૂપ આકાશ અનેક કહેવાય છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧૬૧)