________________
વાયુ-નિરૂપણ!
कारिकावली : अपाकजोऽनुष्णाशीतस्पर्शस्तु पवने मतः ॥ ४२ ॥
मुक्तावली : वायुं निरूपयति अपाकज इति । अनुष्णाशीतस्पर्शस्य पृथिव्यामपि सत्त्वादुक्तमपाकज इति । अपाकजस्पर्शस्य जलादावपि सत्त्वादुक्तमनुष्णाशीतेति । एतेन वायवीयो विजातीयः स्पर्शो दर्शितः तज्जनकतावच्छेदकं वायुत्वमिति भावः ॥
कारिकावली : तिर्यग्गमनवानेष ज्ञेयः स्पर्शादिलिङ्गकः । पूर्ववन्नित्यताद्युक्तं देहव्यापि त्वगिन्द्रियम् ॥४३॥
मुक्तावली : एष वायुः स्पर्शादिलिङ्गकः । वायुर्हि स्पर्शशब्दधृतिकम्पैरनुमीयते, विजातीयस्पर्शेन विलक्षणशब्देन तृणादीनां धृत्या शाखादीनां कम्पनेन च वायोरनुमानात् । यथा च वायुर्न प्रत्यक्षस्तथाऽग्रे वक्ष्यते ।
મુક્તાવલી : વાયુનો સ્પર્શ અનુષ્કાશીત કહી શકાય પણ અનુષ્કાશીત સ્પર્શ તો પૃથ્વીનો પણ છે માટે અપાન-અનુખ્શાશીતપર્ણવત્ત્વ વાયુત્વમ્ કહેવાય.
માત્ર અપાવનસ્પર્શવત્ત્વ વાયુત્ત્વમ્ લક્ષણ કરે તો જલમાં અતિવ્યાપ્ત થાય. આમ વાયુનો સ્પર્શ કેવળ અનુષ્ણાશીત નથી તેમ કેવળ અપાકજ પણ નથી કિન્નુ વિજાતીય = અપાકજ અનુષ્ણાશીત સ્પર્શ છે.
વાયુત્વ જાતિની સિદ્ધિ જલત્વ-તેજસ્વ જાતિની સિદ્ધિની જેમ કરવી. અપાકજ અનુષ્ણાશીત સ્પર્શનું સમવાયિકારણ (જનક) વાયુ છે માટે અપાકજ-અનુષ્ણાશીતસ્પર્શજનકતાવચ્છેદકતયા વાયુત્વ જાતિની સિદ્ધિ થાય. જો કે પૂર્વવત્ આ રીતે જન્મવાયુત્વની જ સિદ્ધિ થાય પરંતુ જન્મવાયુત્વાવચ્છિન્નજન્મવાયુજનકતાવચ્છેદકતયા નિત્યવાયુપરમાણુગત વાયુત્વની પણ સિદ્ધિ થઈ જાય છે.
પ્રાચીનો વાયુનું પ્રત્યક્ષ માનતા નથી પણ વાયુના સ્પર્શનું પ્રત્યક્ષ માને છે. નવ્યો તો વાયુનું પણ પ્રત્યક્ષ માને છે.
નવ્યોની સામે પ્રાચીનોનું એ કહેવું છે કે જે વસ્તુનું બહિરિન્દ્રિયથી પ્રત્યક્ષ થાય તે વસ્તુમાં ઉદ્દ્ભૂત રૂપ હોવું જોઈએ. વાયુમાં ઉદ્દ્ભૂત રૂપ નથી માટે તેનું બહિરિન્દ્રિય ત્વચાથી પ્રત્યક્ષ થઈ શકે નહિ એટલે વાયુના અનુમાન જ થાય.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ (૧૫૩)