________________
habetiscos www.costoscouscouscoustwows.custowodowawcascostosowroosto.com
સમવાયિકારણે તાદાભ્ય
જન્યસ્નેહ
સંબંધ
સમાયિકારણતા
જન્યસ્મહત્વ કાર્યવ ઉત્તર : જેમ અરણ્યસ્થ દંડ ઘટરૂપી ફલનો ઉત્પાદક ન હોવા છતાં તે દંડમાં ઘટકારણતાવચ્છેદકરૂપ દંડત્વ મનાય છે તેમ પ્રસ્તુતમાં પણ જલીય પરમાણુમાં સ્નેહ ઉત્પન્ન થતો ન હોવા છતાં જન્યસ્નેહકારણતાવચ્છેદક જલત્વ કેમ સિદ્ધ ન થાય? અર્થાત ઘટની સ્વરૂપયોગ્યતા જેમ અરણ્યસ્થ દંડમાં છે તેમ જન્યસ્નેહની સ્વરૂપયોગ્યતા રૂપ કારણતા જલીય પરમાણમાં છે, તેનો અવચ્છેદક જલત્વ બની જાય. આમ જલીય પરમાણુમાં પણ જલત્વ સિદ્ધ થઈ જાય.
પ્રશ્ન : નહિ, આ વાત તો બરોબર નથી. અરણ્યસ્થ દંડ તો અનિત્ય છે, એટલે તેનામાં ઘટોત્પત્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં તે દંડથી ગમે ત્યારે ઘટ થવો જ | જોઈએ” એમ ન કહેવાય, કેમકે તે દંડ ક્વચિત નાશ પણ પામી જાય તો શી રીતે | ઘટોત્પત્તિ કરે? પણ જો જલીય પરમાણુમાં જન્યસ્નેહસ્વરૂપયોગ્યતા હોય તો તે જલીય પરમાણુમાં ગમે ત્યારે પણ સ્નેહ ઉત્પન્ન થવો જ જોઈએ. જલીય પરમાણુ તો દંડની જેમ ક્યારેય પણ નાશ પામવાનો નથી અને તેનામાં સ્નેહોત્પત્તિની સ્વરૂપયોગ્યતા છે તો ગમે ત્યારે પણ અવશ્ય નેહરૂપ કાર્ય ઉત્પન્ન કરવું જ પડશે, પણ આવું તો બનતું નથી. માટે જન્યનેહની સ્વરૂપ યોગ્યતા જલીય પરમાણુમાં ન મનાય. અને તેથી જન્યસ્નેહની સમાયિકારણતાના અવચ્છેદક તરીકે જન્યજલમાં જલત્વ સિદ્ધ થાય પણ નિત્યજલમાં જલત્વની સિદ્ધિ નહિ થાય.
ઉત્તર : બે અનુમાન કરવા દ્વારા અમે જન્યાજન્ય ઉભય જલમાં જલત્વ સિદ્ધ કરી| | દઈશું. તે આ પ્રમાણે :
પહેલું અનુમાનઃ જયાં સમવાયેન જન્યસ્નેહ કાર્ય છે ત્યાં તાદાસ્પેન જન્યજલ કારણ | છે. એટલે :
समवायसम्बन्धावच्छिन्ना जन्यस्नेहत्वावच्छिन्ना या कार्यता तन्निरूपिता तादात्म्य-| सम्बन्धावच्छिन्ना समवायिकारणता किञ्चिद्धर्मावच्छिन्ना कारणतात्वात् । स च धर्मः जन्यजलत्वम् ।
CYT
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૩૦