________________
ઉત્તર : શ૨ી૨માં સંભવી શકે તેવા આધ્યાત્મિક વાયુ=પ્રાણ ત્યાં છે માટે વૃક્ષાદિનું પણ શરીર કહી શકાય.
પ્રશ્ન : વૃક્ષાદિમાં આધ્યાત્મિક વાયુ છે તે વાતમાં ય શું પ્રમાણ છે ?
ઉત્તર : વૃક્ષમાં કે તેની શાખામાં છેદ મૂકવામાં આવે અથવા શાખાને કાપી નાંખવામાં આવે તો ત્યાં તરત તે છેદ રૂઝાય જાય છે અને બીજી શાખા ફૂટી નીકળે છે. આ ઉપરથી અનુમાન (ઉન્નયન) થાય છે કે વૃક્ષમાં આધ્યાત્મિક વાયુ હોવો જોઈએ. (ક્ષત=તૂટેલું. સંરોહણ=ફરી ઉગવું.)
मुक्तावली : यदि हस्तादौ शरीरव्यवहारो न भवति तदाऽन्त्यावयवित्वेन विशेषणीयम् । न च यत्र शरीरे चेष्टा न जाता तत्राव्याप्तिरिति वाच्यम्, तादृशे प्रमाणाभावात् । अथवा चेष्टावदन्त्यावयविवृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं अन्त्यावयविमात्रवृत्तिचेष्टावद्वृत्तिजातिमत्त्वं वा तत् । मानुषत्वचैत्रत्वादिजातिमादाय लक्षणसमन्वयः । न च नृसिंहशरीरे कथं लक्षणसमन्वयः, तत्र नृसिंहत्वस्यैकव्यक्तिवृत्तितया जातित्वाभावात् जलीयतैजसशरीरवृत्तितया देवत्वस्यापि जातित्वाभावादिति वाच्यम्, कल्पभेदेन नृसिंहशरीरस्य नानात्वेन नृसिंहत्वजात्या लक्षणसमन्वयात् ।
"
મુક્તાવલી : હસ્તાદિ શરીરના અવયવો માટે તે પણ શરીર જ કહેવાય અને તેમનામાં ચેષ્ટા પણ છે એટલે ચેષ્ટાશ્રયત્વ લક્ષણ તેમનામાં જાય પણ છે. એટલે લક્ષણની અવ્યાપ્તિ થતી નથી.
પ્રશ્ન ઃ ના, હસ્તાદિને કાંઈ શરીર નથી કહેવાતું, માટે હસ્તાદિમાં શરીરનું લક્ષણ ન જવું જોઈએ. તેથી ચેષ્ટાશ્રયત્વમ્ લક્ષણ તો તેમાં અતિવ્યાપ્ત થાય છે.
ઉત્તર : જો હસ્તાદિમાં શરીરવ્યવહાર ન થતો હોય તો તો જરૂર તેમાં શ૨ી૨લક્ષણ ન જવું જોઈએ, પરંતુ ‘ચેષ્ટાશ્રયત્વ’ લક્ષણ તો તેમાં જાય છે માટે એ અતિવ્યાપ્તિ દૂર કરવા અન્યાવવિત્વે મતિ ચેષ્ટાશ્રવત્વમ્ શરીરત્વમ્ કરીશું. હવે હસ્તાદિ એ અન્ત્યાવયવી નથી માટે એમાં અતિવ્યાપ્તિ નહિ થાય.
પ્રશ્ન : મૂચ્છિત શરીરમાં કે સુષુપ્તિકાલીન શરીરમાં તો ચેષ્ટા નથી, તો ત્યાં લક્ષણની અવ્યાપ્તિ થશે ને ?
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧૩૧)