________________
દહનમાંથી જ દૃશ્ય દહનની ઉત્પત્તિ થાય છે.
બૌદ્ધ : ભલે, પણ વ્યણુક અદૃશ્ય છે અને ઋણુક દૃશ્ય છે. તો અદશ્ય વ્યણુકમાંથી દશ્યઋણુકની ઉત્પત્તિ શી રીતે થઈ ? એટલે હવે અદૃશ્યમાંથી દશ્ય ઉત્પન્ન ન જ થાય, દૃશ્યમાંથી જ દૃશ્ય ઉત્પન્ન થાય એ નિયમ ન રહ્યો, એટલે પ્રસ્તુતમાં પણ અદૃશ્ય પરમાણુમાંથી દૃશ્ય પરમાણુપુંજની ઉત્પત્તિ પણ થઈ શકે છે. અને તેથી પરમાણુપુંજથી અતિરિક્ત કોઈ ઘટાદિ અવયવીની કલ્પના કરવાની કશી જરૂર નથી.
નૈયાયિક : કોઈ પદાર્થ દશ્ય છે અને કોઈ પદાર્થ અદશ્ય છે તે કાંઈ તેમના તેવા તેવા સ્વભાવથી નથી, અથવા તો ઉપાદાન દશ્ય હોય તો ઉપાદેય દૃશ્ય અને ઉપાદાન અદૃશ્ય હોય તો ઉપાદેય પણ અદૃશ્ય હોય એવું પણ અમારૂં કહેવું નથી. પરંતુ જે પદાર્થમાં મહત્ત્વ, ઉતરૂપ, આલોકસંયોગ, ચક્ષુસંયોગ આદિ હોય ત્યાં દૃશ્યત્વ હોય, અર્થાત્ એ પદાર્થ દશ્ય બને. મહત્ત્વાદિ વિનાના પદાર્થ અદૃશ્ય હોય. એટલે વ્યણુકમાં (ઋણુકમાં) મહત્ત્વાદિ નથી માટે તે અદશ્ય બને છે અને ઋણુકમાં મહત્ત્વાદિ છે માટે તે દૃશ્ય બને છે. આ વાતમાં તો તમારો ય વિરોધ ન જ હોઈ શકે.
એટલે હવે પરમાણુપુંજ રૂપ કપાલમાં મહત્ત્વ નથી માટે તે પરમાણુપુંજ રૂપ કપાલ અદૃશ્ય બનવો જોઈએ. અને તેથી જ તેમાંથી ઉત્પન્ન થયેલ પરમાણુપુંજરૂપ ઘટની અપ્રત્યક્ષત્વાપત્તિ આવશે. તેને નિવારવા માટે પરમાણુના પુંજરૂપ ઘટ ન માનતાં પરમાણુમાંથી વ્યણૂક, વ્યણુકમાંથી ઋણુક, યાવત્ કપાલિકામાંથી કપાલ અને કપાલમાંથી મહરિમાણવાળો ઘટ એક સ્વતંત્ર અવયવી માનવો જ જોઈએ. આ રીતે અવયવીની સિદ્ધિ થાય છે. આ ઘટાદિ અવયવીના ઉત્પાદ-વિનાશ તો પ્રત્યક્ષથી જ સિદ્ધ છે માટે તે અવયવી અનિત્ય કહેવાય.
मुक्तावली : तेषां चावयवावयवधाराया अनन्तत्वे मेरुसर्षपयोरपि साम्यप्रसङ्गः, अतः क्वचिद्विश्रामो वाच्यः, यत्र तु विश्रामस्तस्याऽनित्यत्वेऽसमवेत (भाव) कार्योत्पत्तिप्रसङ्ग इति तस्य नित्यत्वम् । महत्परिमाणतारतम्यस्य गगनादौ विश्रान्तत्वमिवाणुपरिमाणतारतम्यस्यापि क्वचिद्विश्रान्तत्वमस्तीति तस्य परमाणुत्वसिद्धिः ।
મુક્તાવલી : પરમાણુસિદ્ધિ ઃ હવે અવયવીનો અવયવ, એ અવયવનો પણ અવયવ, એનો પણ અવયવ, એનો પણ પાછો અવયવ, એમ જો અવયવધારા ચાલે તો મેરૂની ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૧૨૪)