________________
***************
बुद्धेरनुपपत्तिरिति वाच्यम्, एको महान् धान्यराशिरितिवदुपपत्तेः । मैवम्, परमाणोरतीन्द्रियत्वेन तत्समूहस्यापि प्रत्यक्षत्वायोगात्, दूरस्थकेशस्तु नातीन्द्रियः, सन्निधाने तस्यैव प्रत्यक्षत्वात् ।
મુક્તાવલી : પૃથ્વી બે પ્રકારે છે : (૧) નિત્ય પરમાણુભિન્ના, વ્યણુકાદિરૂપા.
આમાં અનિત્ય પૃથ્વી અવયવીરૂપ છે.
અહીં નૈયાયિકોની સામે બૌદ્ધો ઊભા થાય છે. તેઓ અવયવી જેવી કોઈ ચીજ માનતા નથી. તેમનું કહેવું એવું છે કે ઘટ એટલે એક સ્વતંત્ર અવયવી નથી પરન્તુ પરમાણુઓનો પુંજ જ છે. એ જ રીતે કપાલ પણ પરમાણુઓનો પુંજ છે. એટલે કપાલમાંથી ઘટ ઉત્પન્ન નથી થતો પરંતુ પુંજમાંથી પુંજ ઉત્પન્ન થાય છે. पुञ्जात्पुञ्जोत्पत्तिः ।
0:0
નૈયાયિક ઃ જો પરમાણુના પુંજરૂપ ઘટાદિ હોય, અર્થાત્ તે સ્વતંત્ર અવયવી તરીકે ન હોય તો પરમાણુ અતીન્દ્રિય હોવાથી તેના જ પુંજરૂપ બનેલો ઘટ પણ અતીન્દ્રિય બની જવાની આપત્તિ આવશે.
=
પરમાણુરૂપા. (૨) અનિત્ય
=
બૌદ્ધ : ના, તેમ નહિ થાય, કેમકે જેમ એક જ વાળ દૂર હોય ત્યારે તેનું પ્રત્યક્ષ ન થવા છતાં ઘણા વાળનું=વાળના જથ્થાનું દૂરથી પણ પ્રત્યક્ષ થાય જ છે, તેમ એક પરમાણુ અતીન્દ્રિય હોવાથી તેનું અપ્રત્યક્ષ હોવા છતાં તેના સમૂહનું પ્રત્યક્ષ થવામાં કોઈ બાધ નથી.
નૈયાયિક : જો ઘટ એ પરમાણુનો પુંજ જ હોય તો જો યટ: સ ચ ટ્યૂન: એવી બુદ્ધિની અનુપપત્તિ થઇ જશે, કેમકે ઘટ તો અનેક પરમાણુનો સમૂહ છે. તે એક કેમ કહેવાય ? વળી તે સૂક્ષ્મ પરમાણુઓનો સમૂહ છે. તે સ્થૂલ કેમ કહેવાય ?
બૌદ્ધ : તેમ કહેવામાં કોઈ વાંધો નથી. તમે શું ધાન્યના રાશિને જો મહાન્ ધાન્યરાશિઃ નથી કહેતા ? અહીં પણ શું છે ? ધાન્યના અનેક દાણા હોવા છતાં ‘:’ કહેવાય છે ને ? વળી ધાન્યના દાણાનું અપકૃષ્ટ પરિમાણ હોવા છતાં તેનો રાશિ મહાન્ કહેવાય જ છે ને ? એ જ રીતે પ્રસ્તુતમાં પણ કેમ ન કહેવાય ?
નૈયાયિક : ના, આ વાત તો બરાબર નથી. પરમાણુ અતીન્દ્રિય છે એટલે જો તેનું પ્રત્યક્ષ ન થાય તો તેના સમૂહનું પણ પ્રત્યક્ષ ન જ થાય. અહીં તમે દૂરસ્થ કેશનું દૃષ્ટાંત
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧૨૨)