________________
શબ્દપ્રયોગ કર્યો; નહીં તો ‘મુગ્ધ જીવાનામેવ’ એવો ‘મુગ્ધ જીવોમાં જ એમ ‘જકારપૂર્વક પ્રયોગ કર્યો હોત, જૈનધર્મના વ્યવહારનયથી કોને તપ કહેવાય એ સ્પષ્ટ કરવા માટે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૯મા પંચાશકમાં ગ્લો૦ ૨૬માં ચોખું જણાવ્યું છે કે -- પંચાશકશાસ્ત્રમાં તપની વ્યાખ્યા :
जत्थ कषायणिरोहो बंभं जिणपूयणं अणसणं च ।
सो सब्बो चेव तवो विसेसओ मुद्धलोयंमि ।। અર્થ :- જેમાં કષાય ઉપર કાપ, બ્રહ્મચર્યપાલન, જિનપૂજા અને ભોજનત્યાગ-આ ચાર અંગો હોય તે બધા “તપ” જ કહેવાય. મુગ્ધ જીવો માટે તો ખાસ.
જૈન તપની આ વ્યાખ્યા સમજનારા, સાંસારિક ફળના આશયથી થતાં ઉપરોક્ત ચાર અંગવાળા તપધર્મને ‘ભૂંડો ભૂંડો’ કહીને શો સાર કાઢતા હશે તે જ્ઞાની જાણે.
અહિં એક પ્રાસંગિક વાત પણ સમજવાની જરૂર છે કે- જૈનમાર્ગનો તપ કોને કહેવાય એની ઓળખ માટે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અહીં અલબતુ વ્યવહારનયને અનુસરીને તેની વ્યાખ્યા આપી છે, પરંતુ એથી એમને એમ કહેવું નથી કે ‘આ ચાર લક્ષણવાળો તપ મોક્ષના હેતુથી નહિ કિન્તુ લૌકિક હેતુથી કરે તો તે અધર્મ છે, ભવવર્ધક છે, ભૂંડો છે.’ આમ કહેનારા સ્પષ્ટપણે શાસ્ત્ર અને શાસ્ત્રકારનો દ્રોહ કરી રહ્યા છે; કેમકે શાસકારે તો ચોક્ખું કહ્યું છે કે ‘સો સવ્યો ચેવ તવો” એ બધો તપ જ-જિનશાસનનો તપધર્મ જ છે,’ એને અધર્મ કે ભવવર્ધક યા ભંડો કહ્યો જ નથી, ભલે લૌકિક હેતુથી કર્યો હોય. આમ વ્યવહારનયને અનુસરીને તપધર્મ કોને કહેવાય એ બતાવ્યું. જ્ઞાનસાર” શાસ્ત્રમાં તપની વ્યાખ્યા :
બીજી બાજુ નિશ્ચયનયને અનુસરીને શુદ્ધ તપની વ્યાખ્યા કરતાં, પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસારના ૩૧ મા અષ્ટકમાં આ ૬ ઠ્ઠા
(૧૭૦)
શ્રી અહં નમઃ ૧૨૧. એકાન્તવાદ સામે લાલબત્તી અનન્ય પ્રભાવવંતો જૈનધર્મ (લેખક -પૂ. મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ)
(દિવ્યદર્શનમાંથી ઉદ્ધત લેખો)
(લેખાંક: ૧) | (વર્ષ ૩૩ - અંક ૧૪, વિ.સં. ૨૦૪૧ તા. ૧૫-૧૨-૮૪) (જીવોનું એકાન્ત હિત કરનાર વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલો ધર્મ દુન્યવી ઈરાદાથી કરવામાં આવે તો (૧) એ વીતરાગના ધર્મને ભુંડો કહેવાય કે નહિ ? (૨) એવા ઈરાદાથી પણ કરાતી જૈનધર્મની સાધના આત્માનું એકાંતે નિકંદન કાઢે કે કેમ? (૩) સાંસારિક જીવનમાં ઊભી થતી એક યા બીજા પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિના નિરાકરણ માટે ધર્મનું આલંબન લેવાય કે નહિ ?... ઇત્યાદિ પ્રશ્નોથી ઊભી થતી મુંઝવણ દૂર કરવા સરળ જીવો શાસ્ત્રીય માર્ગદર્શનની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. સદ્ભાગ્યે આ બાબતમાં ખૂબ જ સુંદર શાસ્ત્રાનુસારી સ્પષ્ટ માર્ગદર્શન અમોને પૂજયપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્યરત્ન પૂ. સિદ્ધાન્તદિવાકર આચાર્યશ્રી વિજય જયઘોષસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મૂનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ તરફથી પ્રાપ્ત થયું છે. તે સૌ કોઈ શાસ્ત્રપ્રેમી સરળ હૃદયી પુણ્યાત્માઓની જાણ માટે અમે અત્રે રજુ કરતાં હર્ષ અનુભવીએ છીએ – તંત્રી)
આપણું જૈન શાસન એવું અદ્ભુત છે કે જે માત્ર પંડિતો યા સમર્થોનું જ નહિ, કિન્તુ સમસ્ત ચૌદરાજ લોકવર્તી મંદબુદ્ધિ યા અસમર્થ એવા પણ તમામ જીવોનું હિત થાય એવો ઉત્તમ ધર્મ, મોક્ષમાર્ગ અને તત્ત્વોને દેખાડનારું છે. ‘નમુત્યુર્ણ સૂત્રમાંના ‘લોગહિયાણં' પદની વ્યાખ્યા કરતા સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે શ્રી લલિતવિસ્તરા શાસ્ત્રમાં ‘લોક’ શબ્દનો
(૧૨૩)