________________
શ્લોકમાં ભોજન ત્યાગને બદલે સાનુબંધ જિનાજ્ઞા ઉમેરીને એને શુદ્ધતા હોવાનું જણાવે છે -
यत्र ब्रह्म जिनाएं च कषायाणां तथा हृतिः ।
सानुबन्धा जिनाज्ञा च तत् तपः शुद्धमिष्यते ॥ જૈનશાસનના સારને પામેલા મહાપુરુષો તો આ બંને વ્યાખ્યાને નય ભેદે પ્રરૂપે છે. પણ કેટલાક એકાંત નિશ્ચયવાદીઓ ઈરાદાપૂર્વક શ્રી જ્ઞાનસારના શ્લોકને વારંવાર આગળ કરીને પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે વ્યવહારનયથી કરેલી વ્યાખ્યાને છૂપાવી એમનો દ્રોહ કરતા હોવાનું દેખાય છે. પણ આ રીતે સત્ય કદી છુપાતું નથી. પંચાશક શાસ્ત્રમાં વિષયશુદ્ધ અનુષ્ઠાન :તદુપરાંત, એજ ૧૯ મા પંચાશકના ૪૨-૪૩ મા શ્લોકમાં કહ્યું છે. विसयसरुवणुबंधेहिं तह य सुद्धं जओ अणुठ्ठाणं । णिबाणं भणियं अण्णेहि वि जोगमगंमि ॥ एयं च विसयसुद्धं एगतेणेव जं तओ जुत्तं ।
आरोग्ग - बोहिलाभाइपत्थणाचित्ततुल्लं ति ॥ અર્થ :- બીજાઓએ પણ યોગમાર્ગમાં જો (૧) તીર્થંકર નિર્ગમ આદિ ‘વિષય' (૨) આહાર-ત્યાગ-બ્રહ્મચર્ય-પૂજા-સાધુદાનાદિરૂપ ‘સ્વરૂપ,” અને (૩) પરિણામ ટકી રહેવા દ્વારા પ્રકર્ષ પ્રાપ્તિરૂપ “અનુબંધ’ – આ ત્રણેયથી શુદ્ધ અનુષ્ઠાનને નિર્વાણનું કારણ કહ્યું છે, તો પછી જિનેશ્વરદેવોની વાત જ ક્યાં?
સૌભાગ્યાદિ પૂર્વે કહેલા તપો સકલદોષમુક્ત શ્રી જિનેશ્વરદેવો સંબંધી શુદ્ધ વિષયને અનુસરતા હોવાથી એકાન્ત યુક્ત જ છે, ભલે તે પ્રાર્થનાગર્ભિત હોય ! કારણ કે તે આરોગ્ય-બોધિલાભની પ્રાર્થનાના જેવા જ છે. આવા વિષયશુદ્ધ તપ આદિ અનુષ્ઠાનને સૌભાગ્યાદિ લૌકિક આશયથી કરાતા છતાં, અહીં એને નિર્વાણઅંગ યાને મોક્ષનું કારણ કહે છે, એ નોંધપાત્ર છે.
(૧૭૧)