________________
શું કામ હતું ? માટે કહો, (૧) કષ્ટો સહવાનું રાખ્યું એ ઘાતી-ક્ષય પૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી;અને (૨) ત્યાં રોકાઈ ગયા એ મદથી. ત્યારે અહીં સવાલ આ આવે છે કે તો પછી
પ્ર0- ઉપદેશ તરંગિણિકારે હઠથી ધર્મ કરવામાં દષ્ટાન બાહુબલજીનું મૂકીને એમ કેમ સૂચવ્યું કે બાહુબલી'એ હઠથી ધર્મ કર્યો એનું એમને અમાપ ફળ મળ્યું?
ઉ0- અહીં એક શાસ્ત્રવચનને બીજા શાસ્ત્રવચન સાથે સંગત કેમ કરવું એ આવડત હોય તો આ પ્રશ્નનું સમાધાન સરળ છે. ઉપદેશતરંગિણી શાસ્ત્રનો અભિપ્રાય આ છે કે બાહુબળજીએ પહેલી હઠ પકડી કે ભાઈ ભરતને મારવા ઉપાડેલી મુદ્રિ અલબતુ, હવે મારવી તો નથી જ, તેથી એને પાછી ખેંચી લેવી જોઈએ, પરંતુ ઉપાડેલી મુકિ નિષ્ફળ કેમ જવા દેવાય ? એમજ પાછી ખેંચી લેવા જતાં બહાર નાનમ થાય કે “જોયું? મુઠ્ઠિ મારવા તો દોડ્યા હતા, પરંતુ કશી બીક લાગી તે એને પાછી ખેંચી લીધી!” એના કરતાં તો મુઠ્ઠિ ઉપાડી તે ઉપાડી, એનાથી લોચ જ કરી દેવો. એમ હઠપૂર્વક લોચ-ધર્મ અને ચારિત્ર-ધર્મ ગ્રહણ કર્યો, ને તે પરિણામે અમાપ ફળ- કેવલજ્ઞાન આપનાર બન્યો.
બીજી રીતે હઠથી ધર્મ આ, કે ચારિત્ર લીધા પછી હઠમાં રહ્યા કે ‘કેવળજ્ઞાન પામ્યા વિના પ્રભુ પાસે ન જાઉં, જેથી કેવળજ્ઞાની નાના ભાઈ મુનિઓને વંદન ન કરવું પડે,’ અને એ હઠથી ત્યાં જ ચારિત્ર ધર્મ શરૂ કર્યો આમ હઠથી ધર્મ પ્રારંભ્યો. છતાં એ આગળ પર વર્ષનાં અંતે હઠ મદ અભિમાનાદિ હટી જઈને અમાપફળ માટે બન્યો.
આમ, હઠથી ધર્મ કરેલો પણ અમાપ ફળ આપનારો છે, એથી ‘લજજાતો ભયતો........' વાળા શ્લોકનું પ્રતિપાદન યથાર્થ ઠરે છે.
પ્ર.- તો પછી ઉપદેશમાળાકારના “જો ધર્મ મદથી થતો હોય તો બાહુબલજીને એટલા કષ્ટ સહન કરવાનું ન થયું હોત,’ એ વચનથી તો બાહુબલજીએ ધર્મ મદથી, હઠથી નહિ પણ કષ્ટ વેઠવાની તૈયારીથી કર્યો એ અભિપ્રાયનું શું?
(૧૨૧)
ઉ૦- ઉપદેશમાળાકારનો અભિપ્રાય આ છે, કે બાહુબલમુનિએ વર્ષભર કષ્ટ સહન કર્યે રાખ્યા તે કષ્ટમય આરાધનાની બુદ્ધિથી કર્યા, ત્યારે ઉપદેશતરગિણીકારનો અભિપ્રાય આ છે કે બાહુબલમુનિએ ચારિત્ર ધર્મનો પ્રારંભ કર્યો તે હઠથી મદથી કર્યો; પણ પછી કષ્ટ સહવાની ભાવના ધીમે ધીમે શુદ્ધ થતી ગઈ તે અમાપ લાભ માટે થઈ. આમ બંનેમાં કોઈ પરસ્પર વિરોધ નથી. અસ્તુ.
પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ જૈનાગમ-પ્રકરણ તથા જૈન- જૈનેતર ન્યાય શાસ્ત્રોનો જે ગહન અભ્યાસ કરી શ્રી સંઘને એકાન્તવાદની ખતરનાક ઊંડી. ગર્તામાં તણાતો બચાવી લઈને અનેકાન્તવાદના ઉન્નત શિખર પર આરોહણ કરતો કર્યો છે, તે અતિ આનંદની વાત છે.
મહાઋષિ આદ્રકુમારને પણ એકાન્તવાદીઓએ પોતપોતાના મતમાં તાણવા માટે ઘણી ઈન્દ્રજાળ આજમાવેલી પરંતુ અનેકાન્તવાદના અંજનથી દિવ્યદર્શન પામેલા આન્દ્રકુમાર તેમાં ફસાયા નહિ. ટૂંકમાં, ‘એકાન્તવાદ ખૂબ જ ભયંકર અને ભૂંડો છે” આ મહાન સત્યની પિછાણમાં આર્ટિકમાર મહર્ષિના ચરિત્રનું વાંચન ઘણું જ ઉપયોગી બને તેમ છે.
એક બાજુ પાંચ ઈન્દ્રિયોના વિષયોનું આકર્ષણ, અને બીજી બાજુ ‘મેં કહ્યું એજ બરાબર’ આવી પોતાની જૈન શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાની પકડ, આ બે એવા સોહામણા મિનારા છે કે જેના પર મનને ચઢી જવાનું ઘણું પસંદ પડે છે. પણ એ મિનારે ચઢયા પછી મુક્તિનો કિનારો (કદાચ ઊંચેથી બહુ નજીક દેખાતો હોય તો પણ) ઘણો દૂર થઈ જાય છે. જ્યાં સુધી એ ગર્વના મિનારા ઉપરથી મન નીચે ઊતરીને મુક્તિના કિનારા તરફ પોતાની જીવનનાવ હંકારવા ન માંડે ત્યાં સુધી આ જન્મ-મરણની વિટમ્બણાઓનો અંત આવવો દુષ્કર છે. મનના મિનારેથી નીચે ઊતરીને આદ્રકુમાર મહર્ષિની જેમ મુક્તિના કિનારા તરફ આપણે સૌ જોરદાર પ્રગતિ કરીએ અને એ માટે પુસ્તકમાંથી પ્રાપ્ત થતી ભરપૂર અનુકૂળ પ્રેરણાત્મક સામગ્રીને સાર્થક કરીએ એ જ મંગળ કામના.
(૧૨૨)