________________
જ્યારે એ શ્લોકને અંગે બીજા પણ શાસગ્રન્થની સાક્ષી આપી અને બતાવ્યું કે આ ઉપદેશ બાળ જીવોને યેન કેન રીતે પાપ છોડાવી ધર્મમાં જોડાવા દયાળુ આચાર્ય મહર્ષિઓ આપે છે, ત્યારે આ શાસ-મર્મની અજ્ઞાનતામાં સભાને એવું કહેવાયું કે "દુન્યવી મામલામાં બહુ બુદ્ધિમાન તમને લોકોને ‘બાળ’ કહેનારા બેવકૂફો આજે પાટે ચડી બેસે છે” એમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ઉપર બેવકૂફ વગેરે અપશબ્દોનો વરસાદ વરસાવાનું ચાલુ થયું. પરંતુ નક્કર શાસ્ત્રો-પાઠોના અનુસારે જ દેશના દેનારને એથી શું કલંક ચડવાનું હતું? અગ્નિ પરીક્ષામાં જેમ સાચું સોનું વધારે ચમકી ઊઠે એ રીતે વર્ધમાન તપોનિધિ પૂ. ગુરુદેવશ્રીની શાસ્ત્રનિષ્ઠા, સસૂત્રપ્રરૂપણા અને ક્ષમાનું તેજ ઓર ખીલી ઊડ્યું અને કેટલાય ભ્રમમાં પડેલા પણ કંઈક સાચું સમજવાની વૃત્તિ ધરાવનારા યોગ્ય જીવો પોતે સેવેલા ભ્રમનો અને સમજ વગરના વિરોધનો પસ્તાવો કરવા લાગ્યા.
ખરેખર, આ પ્રસંગ પૂજયશ્રીની શાસ્ત્ર-નિષ્ઠા અને શાસ્ત્રના તથ્યભૂત મર્મોને નીડરપણે પ્રકાશન કરવાની પૂજયશ્રીની હિંમતનો યથાર્થ પરિચય આપી ગયો.
ખરું જોતાં એ શ્લોક અને એના વ્યાખ્યાન સામે સાચા વિદ્વાનોને કોઈ વિરોધ કરવાનું મન થાય તેવું છે જ નહીં, કિન્તુ જેઓ એવી દૈન્યપૂર્ણ મનોદશાથી પીડાતા હતા કે- ‘આપણે લાંબા કાળથી જે કહેતા આવ્યા છીએ તેનું આમાં ખંડન થઈ જાય છે. તેઓએ પોતાના માનભંગની કનિષ્ઠ લાગણીથી પ્રેરાઈને, છતા શાસ્ત્રો પાઠોને ‘એનો તો ભાવ જુદો છે” એમ કહી એ શાસ્ત્રોને ઓળવવાનું કામ શરૂ કર્યું. પછી એમણે ‘લજ્જાતો ભયતો..’ વાળા શ્લોકના સંસ્કૃત ભાષાની મર્યાદા મુજબની અન્વયપદ્ધતિ અંગે પોતાના અવ્યુત્પન્નપણાને ખૂલું કરવા માંડ્યું ત્યારે એમની સામે શ્રી ઉપદેશતરેગિણીકારે એ જ શ્લોકોની આપેલી વ્યાખ્યા પ્રત્યે પણ તેમની સમન્વયબુદ્ધિ પર કાટ ચડ્યો. એટલે એ શ્લોકોની એ વ્યાખ્યા ઉપર પણ ‘અવલોકન'નો ગર્વ ધરાવનારાઓએ જાતજાતની શંકા- કુશંકા પ્રગટ કરવા માંડી. પૂર્વાચાર્યભગવંતોના વચનોમાંથી કઈ રીતે સંગત અર્થ કાઢવો એની અણઆવડત એમાં છતી થઈ ગઈ. એનો એક નમૂનો જોવો હોય તો આ છે
(૧૧૯)
‘હઠથી ધર્મ કરનારને લાભ થાય છે' એ બાબતમાં બાહુબલીનું દષ્ટાન્ત આપીને ઉપદેશ-તરંગિણીકારે ‘ઘમ્મો મા કુંતો.....ઈત્યાદિ ઉપદેશમાલાના શ્લોકની સાક્ષી આપી. એ વાંચીને એના અર્થની સંગતિ કરવાનું જે લોકોને ન આવડ્યું તે લોકોએ એના ઉપર ઘણા ઘણા તર્ક-વિતર્ક ચલાવ્યા;પણ કાંઈ હાથ ન લાગ્યું. ત્યાગી-વૈરાગી- તપસ્વી સંગુરુના ચરણની ઉપાસના કરનારને આવી કોઈ મુંઝવણ થતી નથી, તે કેવો સુંદર ઉકેલ મળી જાય છે તે જુઓ -
ઉપદેશમાળાકારનું તાત્પર્ય આ છે કે ધર્મ યાને ચારિત્ર ધર્મ જો મદથી થતો હોય તો બાહુબલજીએ યુદ્ધભૂમિ પર ચારિત્ર લઈને આટલા બધા કષ્ટ વધાવી લેવાનું ન કર્યું હોત, કિન્તુ ચારિત્ર લઈને એમણે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આરામથી પોતાના દેશમાં વિચરવાનું રાખ્યું હોત. પરંતુ એમણે એમ ન કરતાં ૧૨-૧૨ મહિના સુધી ચોવિહાર ઉપવાસ સાથે ખડા ખડા કાયોત્સર્ગ ધ્યાને રહેવાના અને બધી ઋતુની કડકાઈમાંથી પસાર થવાનાં કષ્ટ સહન કરવાનું રાખ્યું, એવું કષ્ટો ઉપાડવાનું શા માટે રાખ્યું ? તો કે પોતે સમજે છે કે “કેવળ જ્ઞાન જોઈએ છે તો એ માટે સમસ્ત ઘાતી કર્મોનો નાશ કરવો પડે. એ જંગી કર્મનાશ કષ્ટમય ચારિત્ર-ધર્મની આરાધનાથી જ થાય. ઋષભદેવ ભગવાને 1000 વર્ષ બહુધાકાયોત્સર્ગ, એકલપંડે વિહાર.... વગેરે કષ્ટમય ચારિત્ર આરાધનાથી જ ઘાતી-કર્મક્ષય કરી કેવલજ્ઞાન ઉપાર્જેલ. માટે મારે આ કષ્ટ ઉપાડવા જોઈએ.”
પ્ર- તો પછી બાહુબલજીને અભિમાન તો આવું જ હતું, અને દીક્ષા લઈ પ્રભુ પાસે ન જતાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા તો રહ્યા જ હતા;તો એ ધર્મ - કષ્ટ શું મદથી ઉપાડ્યા ન કહેવાય ?
ઉ૦- અહીં વિવેક કરવાની જરૂર છે. આભિમાનથી તો દીક્ષા લઈ તરત પ્રભુને ભેગા ન થતાં કેવળજ્ઞાનની રાહ જોતાં ત્યાં જ રોકાઈ જવાનું કર્યું એટલું જ; જો પ્રભુને ભેગા થઈ જાય તો કેવલજ્ઞાની નાનાભાઈ સાધુઓ પ્રભુની સાથે હોવાથી એમને વંદન કરવું પડે. પરંતુ આ વાત ટાળવાનું તો પ્રભુથી છેટા રહી ચારિત્રમાં વિહરવાથી થઈ શકતે. એમાં ઉગ્ર કષ્ટો સહવાનું
(૧૨)