________________
પ્રતિપાદનને ગૌણ કે મુખ્ય બનાવવું તે પોતાના શ્રુતાનુસારી ક્ષયોપશમાદિથી બરાબર તપાસીને તે તે નયનું પ્રતિપાદન કરે તો કોઈ દોષ નથી તેમજ એમાં બીજા નયના પ્રતિપાદનની અવગણના પણ નથી.. કુતર્કો ભાવશત્રુ:
મહાશ્રાવિકા સુલસા વગેરેનાં જ્યારે દૃષ્ટાન્તો અપાય છે ત્યારે ઘણા એમ કહે છે કે “ઝેર ખાઈને પણ કોઈ બચી ગયું હોય તો તેનો દાખલો લેવાતો હશે ? અગાસીમાંથી ભોંય ઉપર પડતું મેલીને પણ કોઈ બચી ગયું હોય તો જીવવા માટે આપઘાત કરો એમ કહી શકાય ? કોઈએ મરવા માટે તળાવમાં ઝુકાવ્યું છતાં ડૂબી જવાને બદલે બચી ગયો એટલે શું બચવું હોય તો તળાવમાં ભૂસકો મારવાનું વિધાન થાય ?
આવા બધા કુતર્કો કોઈ ગમે તેટલા કરે આનાથી ક્યારેય સત્ય છુપાતું નથી. ઝેર ખાઈને પણ જ્યારે કોઈ બચી જાય છે ત્યારે કોઈ અલ્પજ્ઞ પણ એમ નથી કહેતો કે તે ઝેરના પ્રભાવે બચ્યો, બધા જાણે છે કે ઝેર તો મારે જ, પણ આ તો એનું નસીબ પાંસરુ, અથવા દેવગુરુની કૃપા, અથવા તાત્કાલિક સદ્ભાગ્યે કોઈ ડોક્ટર મળી ગયા અને ઝેર ઓકી નખાવ્યું અથવા ઝેર જ નકલી હશે એટલે બચી ગયો; નહીં કે ઝેરના પ્રભાવે બચ્યો. જયારે અહીં તો તુલસા વગેરેને સાંસારિક વસ્તુ કે ઈષ્ટ કાર્યના આશયથી કરેલા ધર્મથી પણ જે મોક્ષમાર્ગે પ્રગતિ થઈ તે તો એ કરેલા ધર્મના પ્રભાવે થઈ છે તેનો કોઈ ઈન્કાર કરી શકે એમ છે? અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ એમના દાખલા ધર્મનો પ્રભાવ ગાવા માટે ટાંકી બતાડ્યા છે.
અગાશી પરથી પડતું મેલીને પણ કોઈ બચી જાય તો ત્યાં કોઈ અલ્પજ્ઞ પણ એમ નથી કહેતો કે એ ઉપરથી પડ્યો માટે બો. બચ્યો તો એના નસીબથી, ધર્મના પ્રભાવે, કોઈ નીચે માલ ભરેલા ખટારા જેવું વાહન આવી ગયું એટલે, નહીં કે પડ્યો માટે બચી ગયો. એ તો પડ્યો માટે બચી ગયો ત્યારે જ કહેવાય કે મકાનમાં ભયંકર આગ લાગી હોય અને એમાંથી બે ત્રણ માળ ઉપરથી કૂદી પડ્યો હોય. ત્યારે સાંસારિક કાર્યસિદ્ધિના આશયથી ધર્મ કરીને પણ જેઓ તરી ગયા ત્યાં કોઈને પણ પૂછો કે કેમ તર્યા તો એમ જ કહેશે કે ધર્મના પ્રભાવે.
(૯૯)
જ્યારે બંને બાજુની વાત જ સાવ જુદી છે ત્યારે આપણને ન ગમતી શાસ્ત્રીય વાતોનું ખંડન કરવા માટે આવા કુતર્કોનો આશરો લેવો એ ડાહ્યા માણસો માટે શોભાસ્પદ ન કહેવાય. તર્ક જ કરવા હોય તો એવા પણ થઈ શકે કે મરવાના આશયથી જ અમૃત પીધું હોય તોય માણસ બચી જાય અને અમર થઈ જાય ખરો કે નહીં ? ભલેને ઘાસની ઈચ્છાથી અનાજ વાવ્યું હોય, તો પણ અનાજ ઉગે ખરું કે નહિ ? ભલેને પોતાની સાજા રહેવાની ઈચ્છા ન હોય પણ બીજા કોઈ આશયથી આરોગ્યના નિયમો પાળે તો માણસ સારો થઈ જાય કે નહીં ? બેભાનપણામાં પોતાને કોઈ સુધ-બુધ નથી, પણ બીજાઓ યોગ્ય ઉપચાર કરે તો તે હોશમાં આવી જાય ખરો કે નહીં ? જયારે તર્ક જ કરવા હોય ત્યારે આવા સીધા તર્કો કરવાને બદલે કુતર્કોનો આશરો શા માટે લેવો ? કોઈ પણ શાસ્ત્રકાર ભગવતે દુન્યવી કાર્યસિદ્ધિ કે આપત્તિ-નિવારણના આશયથી થતા ધર્મને વખોડવા એવા ઉટપટાંગ તર્કો દેખાડ્યા નથી, ને એવા કુતર્કોથી ધર્મને વખોડ્યો નથી, ઊલટું એવા દાખલાઓ ટાંકીને ધર્મથી એવા પણ જીવોને મુક્તિ સુધીના લાભો કેવા કેવા પ્રાપ્ત થયા એનું જ વર્ણન પરાપૂર્વથી શાસ્ત્રકાર ભગવંતો કરતા આવ્યા છે. જો સાંસારિક કાર્ય પ્રસંગમાં પણ ધર્મનું જ શરણું લેવાના આશયથી ધર્મ કરનારાઓને નુકશાન જ નુકશાન હોત તો શું ‘શ્રાદ્ધવિધિ’ શાસ્ત્રકાર વિષાદિ અનુષ્ઠાન વગેરે જાણતા નહોતા કે જેથી તેઓએ શ્રાવકોને ઉદ્દેશીને ધંધામાં ઉચિત લાભ મેળવવા માટે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતનું તથા ભગવંત શ્રી ગૌતમ સ્વામી વગેરેનું ખાસ સ્મરણ કરવાનું વિધાન કર્યું ?
જેઓ એમ માને છે કે રોહિણી વગેરે તપ કરવાનું શાસ્ત્રોકારોનું વિધાન માત્ર મુગ્ધબુદ્ધિવાળા જીવો માટે જ છે - તેઓએ શ્રી પંચાશક કે શાસ્ત્રનો તે સંપૂર્ણ સંદર્ભ બરાબર ધ્યાનપૂર્વક ફરી એક વાર વાંચી જવાની જરૂર છે. જુઓ, જૈન તપના ૪ લક્ષણો : -
છેલ્લા પંચાશકમાં બાર પ્રકારના તપના વર્ણનમાં પહેલા કલ્યાણક તપ વગેરેનું વિધાન કર્યા બાદ શ્લોક ૨૩ માથી મુગ્ધ લોકોને હિતકારી રોહિણી આદિ *પંચાશક શાસ્ત્રના સંદર્ભ માટે આ લેખ પૂરો થાય પછી જુઓ.
( ૧ળ)